મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?
મોરબીના આંદરણા ગામે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પરિવાર દ્વારા યોજાયેલ મહારૂદ્ર યજ્ઞનો કાલે છેલ્લો દિવસ
SHARE









મોરબીના આંદરણા ગામે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પરિવાર દ્વારા યોજાયેલ મહારૂદ્ર યજ્ઞનો કાલે છેલ્લો દિવસ
મોરબીના આંદરણા ગામે સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ધારેશ્વર મહાદેવ મંદિરમાં મહારૂદ્ર યજ્ઞનું આયોજન તા ૨ થી ૬ કરવમાં આવ્યુ છે. ત્યારે ધારેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલતા આ શિવજીના મહારુદ્ર યજ્ઞમાં ખાસ કાસ્ટની બનાવવામાં આવેલા યજ્ઞ શાળામાં યજ્ઞના આચાર્ય ધારેશ્વર મહાદેવ ઉપાસક શાસ્ત્રી રાજુભાઈ વેદ વિશારદ, આંદરનાવાળા અને આચાર્ય જયંતિલાલ જોશી સહિત ભૂદેવો શ્લોકો સાથે આહુતિઓ આપી શિવ યજ્ઞની આરાધના કરી રહ્યા છે. અને યજ્ઞની ચોમેર અદ્ભુત ધાર્મિક વાતાવરણ સર્જાયું છે. યજ્ઞની ફરતે ભાવિકો પ્રદક્ષીણ કરી ધર્મનું ભાથું બાંધી રહ્યા છે. આ યજ્ઞની અરંભથીજ અનેક સંતો મહંતો, રાજદ્વારીઓ,સમાજ અગ્રણીઓ સહિત સમાજના તમામ વર્ગના લોકો, ગ્રામ્ય પંથકમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો આ ધારેશ્વર મહાદેવના દર્શન કરી, યજ્ઞની પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે મોહનભાઈ કુંડારિયા સયુંકત કુંડારિયા પરિવારનાં સભ્યો મહેમાનો, ભાવિકોને આવકારી રહ્યા છે. આ યજ્ઞની શુક્રવારે પૂર્ણાહુતિ થશે ત્યાર બાદ ૬ વાગ્યે મહપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે. અને આ યજ્ઞમાં મહામંડલેશ્વર ૧૦૦૮ કનકેશ્વરી માતાજી ખાસ યજ્ઞદેવના દર્શન કર્યા હતા.
