મોરબીમાં સામાજિક કાર્યકર દ્વારા બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ કરાઇ
મોરબીના ડૉ. મિલન ઉઘરેજાને કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે સન્માનિત કરાયા
SHARE









મોરબીના ડૉ. મિલન ઉઘરેજાને કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે સન્માનિત કરાયા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગુજરાત રાજ્ય તરફથી સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસ બદલ મોરબીમાં શનાળા રોડ ઉપર ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં આવેલ એડ્વાન્સ મલ્ટીસ્પેશ્યલિટી ડેન્ટલ ક્લિનિકના ડૉ. મિલન ઉઘરેજાને કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે સન્માનિત કરીને એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે મોરબી જિલ્લાના સૌપ્રથમ એમ.ડી.એસ. ડૉ. મિલન ઉઘરેજા છેલ્લા 8 વર્ષથી દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર કરી રહ્યા છે. અને ડૉ. મિલન ઉઘરેજા ઇંડિયન આર્મી અને બીએસએફ વિગેરેના જવાનોની દાંતને લગતી નિઃશુલ્ક સારવાર કરી રહ્યા છે આ ઉપરાંત અનેક સેવાકીય કેમ્પ, વિધવા માતાની દીકરીઓના સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ પણ તેઓ સહયોગ આપતા હોય છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ડૉ. મિલન ઉઘરેજા તેમના ક્ષેત્રમાં વધુમાં વધુ પ્રગતિ કરે તેવી તેના મિત્રો, સગા સ્નેહીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે
