મોરબીના ડૉ. મિલન ઉઘરેજાને કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે સન્માનિત કરાયા
મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !
SHARE









મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !
(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરના ચંદ્રપુર પાસેથી કારને રોકીને જીનના ભાગીદાર સહિત બે વ્યક્તિ ઉપર બે શખ્સો દ્વારા ગત ડિસેમ્બર માહિનામાં હુમલો કરવામાં આવેલ હતો અને કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને છરી તેમજ ધોકા વડે માર મારીને ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે જે બનાવમાં બીજા જ દિવસે ફરિયાદ નોંધાઈ હતી જો કે, આજની તારીખે લૂંટના આ ગુનામાં તપાસ ઠેરની ઠેર છે અને આરોપીઓ હજુ પણ પોળી પકડથી દૂર છે
વાંકાનરના ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોન્ટેક્સ નામના કારખાના ભાગીદાર માથકિયા યુસુફભાઈ રહીમભાઈ (૩૮) પોતાની કાર લઇને તેઓના કારખાનેથી પોતાના મહેતાજીને કારમાં સાથે બેસાડીને ગત ડિસેમ્બર તા.૨૦ ના રોજ ઘર તરફ જવા માટે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવાના થઇ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા માથુકિયા યુસુફભાઈને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બે આરોપી તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની રોકડ લૂંટીને નાસી છૂટયા હતા આ બનાવમાં આશીયાના સોસાયટીઆ રહેતા યુસુફભાઈ રહીમભાઈ માથકીયા જાતે મોમીન (મુસ્લીમ) (ઉ.૩૯)એ અજાણ્યા બે ઇસમો સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી
આ ફરિયાદમાં તેને જણાવ્યુ હતું કે, ચંદ્રપુર મોમીનશાહ બાવાની દરગાહ સામે વિકાસ ઇન્ડસ્ટ્રીઝ જતા કાચા રસ્તેથી તે તેઓના મહેતાજી અબ્દુલ અલાવદીભાઇ શેરસીયા સાથે જીનીંગેથી સ્વીફટ કાર નં. જી.જે.૦૩ ઇ.આર.૭૯૪૮ મા બેસી વાંકાનેર આવતા હતા ત્યારે કારખાના પાસે આરોપીઓએ પથ્થરનો ઘા કરતા ફરિયાદીની કારના ટાપ ઉપર પડતા તેણે કાર ઉભી રાખી હતી ત્યારે બાજુમા બંધ પડેલ જીનીગની વંડી ટપીને મોઢે બુકાની બાંધેલ હાલતમા બે શખ્સ આવ્યા હતા અને કારનો કાચ ધોકો મારીને ફોડયો હતો જેથી ફરિયાદીને મોઢાના ભાગે હોઠ પર કાર વાગ્યા હતા અને છરી વાળા ઇસમે તેના ગળા પર છરી રાખી કારની ચાવી કાઢી બહાર ફેકી દીધી હતી ત્યાર બાદ કર્મા પડેલ હીસાબના ચોપડા અને ૨૭,૦૦,૦૦૦ ની રકમની લૂંટ કરીને આરોપીઓ નાશી ગયા હતા જેની બીજા જ દિવસે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૯૪, ૩૩૭, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જો કે, અફસોસ કે સાડા ચાર મહિના કરતાં વધુનો સમય વીતી ગયો છે તો પણ આજની તારીખ સુધી લૂંટના આ ગુનામાં આરોપીઓ પકડાયેલ નથી
