મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !
મોરબીના પ્રેમજીનગરના યુવાનને જાતિપ્રત્યે અપમાનીત કરીને મારી નાખવાની ધમકી: ગુનો નોંધાયો
SHARE









મોરબીના પ્રેમજીનગરના યુવાનને જાતિપ્રત્યે અપમાનીત કરીને મારી નાખવાની ધમકી: ગુનો નોંધાયો
મોરબી નજીકના પ્રેમજીનગર ગામે અગાઉ ભીમરાવનગરના સમશાનની જગ્યા બાબતે બોલચાલી થયેલ હતી જેનો ખાર રાખીને ભીમરાવનગર જવાના રસ્તે યુવાનને જાતિપ્રત્યે અપમાનીત કરી માથામાં કડુ મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસ એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે આવેલ ભીમરાવનગરમાં રહેતા કાનજીભાઇ ઉર્ફે કનુભાઇ મોહનભાઇ ચાવડા (૪૩)એ હાલમાં રાજાભાઇ રતાભાઇ ગમારા રહે. પ્રેમજીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીના ભાઇ રામભાઇ રતાભાઇ ગમારા સાથે ભીમરાવનગરના સમશાનની જગ્યા બાબતે આજથી છએક મહીના પહેલા બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને આરોપીએ ફરીયાદીને જાહેર જગ્યામાં લોકોની હાજરીમાં જાતિપ્રત્યે અપમાનીત કરી માથામાં કડુ મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
