મોરબીના પ્રેમજીનગરના યુવાનને જાતિપ્રત્યે અપમાનીત કરીને મારી નાખવાની ધમકી: ગુનો નોંધાયો
મોરબી શહેર અને ટંકારા તાલુકામાંથી એક-એક બાઈકની ચોરી
SHARE









મોરબી શહેર અને ટંકારા તાલુકામાંથી એક-એક બાઈકની ચોરી
મોરબી જિલ્લામાં વાહન ચોર બેફામ બન્યા છે અને જુદાજુદા વિસ્તારમાંથી વાહનોની ચોરી કરવામાં આવે છે તેવામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને ટંકારા ખાતે એક એક બાઈકની ચોરીની ફરિયાદ નોંધાયેલ છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈ ઈકબાલભાઈ જુસાણિ જાતે મેમણ મુસ્લિમ (ઉંમર ૨૬)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ પર આવેલ શક્તિ પ્લોટ શેરી નંબર-૨ માં તેઓએ પોતાનું બાઇક નંબર જીજે ૧૦ સીપી ૯૫૮૦ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા મુસ્તફાભાઈએ ફરિયાદ નોંધાવી છે તો મૂળ મોરબીના વીસીપરાના રહેવાસી અને હાલમાં રાજકોટની ગ્રીનલેંડ ચોકડી પાસે રહેતા યુસુફભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૧૯) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના છતર ગામ પાસે શિવમ કોલ્ડ સ્ટોરેજ સામે રોડ ઉપર તેણે પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૫૮૩૮ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઈકની અજાણ્ય શખ્સ ચોરી કરી ગયો છે જેથી ભોગ બનેલા યુસુફભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં રવાપર નદી ગામે રહેતાં રવિન્દ્રભાઈ સુનિલભાઈ મેતી (ઉંમર ૨૬) ઊભા હતા ત્યારે સીએનજી રીક્ષાના ચાલકે તેને અડફેટે લેતાં તેને ઈજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મારામારીમાં ઇજા
મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ કાવેરી સીરામીકની પાછળ ના ભાગમાં શક્તિ સોસાયટીમાં રહેતા કેશીબેન દિલીપભાઈ (ઉંમર ૫૦) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને મારામારીના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
