મોરબીમાં પૈસાની લેતીદેતીમાં બાબતે સમાધાન થઇ ગયું હોવાનું કહેતા યુવાનની સાથે ઝઘડો કરીને માર માર્યો..!
મોરબીના શિક્ષક સહિતના બહોળી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા
SHARE









મોરબીના શિક્ષક સહિતના બહોળી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા
ગુજરાતના કર્મચારીઓના ઘડપણનો આશરો એવી જુની પેન્શન યોજના ગુજરાત સરકાર ફરીથી દાખલ કરેએ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ આદોલનમાં સૌ કર્મચારીઓની જરૂર છે અને શિક્ષકોના સજજતા સર્વેક્ષણ (પરીક્ષા )ના બહિષ્કાર અને એનો બદલો લેવા સરકારે શાળામાં શિક્ષકોને આઠ કલાક આવવાની ફરજ પાડી હતી ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરેલા આદોલનને માતૃ શક્તિએ જ સફળતા અપાવી હતી અને ફરીથી સફળતા મળે એમાં સૌ કર્મચારીઓના સહયોગથી આજે બપોરે ૩ થી ૬ સુધી સત્યાગ્રહ છાવણીમાં વક્તાઓના વક્તવ્ય સહિત માતૃશક્તિના વિભિન્ન પ્રયત્નો નાના ભુલકાઓના વક્તવ્ય, આદિવાસી શિક્ષકોની વેદના સહિતના કાર્યક્રમો અને પેન્શન વિહોણા પરીવારના વડીલોની વાત સરકાર સુધી સમાજ દ્વારા પહોંચે એવા પ્રયત્ન કરવામાં આવશે રાષ્ટ્રપ્રેમી નાગરિકો તૈયાર કરનાર ગુરુજીઓ ૪૨ ડીગ્રી ગરમીમાં પોતાના બાળકોના સહારે ઘડપણમાં દીવસો વિતાવવા ના પડે પેન્શનથી એમનું આયુષ્ય પુરુ થાય એ માટે ગાધીનગર આવી રહ્યા છે ત્યારે શિક્ષકો સહિતના કર્મચારીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી ત્યાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લામાંથી પણ ૬૦૦ જેટલા શિક્ષકો તેમજ અન્ય ખાતાના કર્મચારીઓ ગાંધીનગર ધરણામાં ઉપસ્થિત રહી સરકાર સમક્ષ તાકાતનું દર્શન કરવશે
