મોરબીના શિક્ષક સહિતના બહોળી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા
મોરબીના ઘુંટુ રોડે ટ્રક નીચે ચગદાઈ જવાથી બાઈક સવાર યુવાનનું મોત
SHARE









મોરબીના ઘુંટુ રોડે ટ્રક નીચે ચગદાઈ જવાથી બાઈક સવાર યુવાનનું મોત
મોરબીના જૂના ઘૂંટુ રોડ ઉપર આજે સવારે રોંગ સાઈડમાં ટ્રક આવી રહ્યો હતો ત્યારે તેના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીનાં જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોના સિરામીક સામેના પુલ પરથી રોંગ સાઈડમાં ટ્રક આરજે ૧૪ જીએન ૬૨૩૮ પસાર થી રહ્યો હતો ત્યારે તેના ચાલકે બાઈક જીજે ૩૬ જે ૮૬૦૮ ને હડફેટે લીધું હતું અને યુવાન ઉપર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી ગયા હતા જેથી ઘટનાસ્થળે જ યુવાનનું મૃત્યુ નીપજયું હતું અને ત્યારે સ્થળ ઉપર લોકોએ ટ્રકના ચાલક અને ક્લિનરની સરભરા કરીને પોલીસ હવાલે કર્યા હતા જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતકનું નામ વૈભવ ઉર્ફે કેયુર દલસુખભાઈ દલસાણીયા (૩૦) રહે. હાલ સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીના મારુતિનંદન એપાર્ટમેન્ટ મૂળ રહે. જાપોદળ તાલુકો વંથલી વાળો હોવાનું સામે આવ્યું છે અને તે ઉંચી માંડલ નજીક આવેલ સિરામીકના કારખાનામાં નોકરી કરતો હોય ત્યાં જતો હતો ત્યારે રસ્તામાં કાળનો ભેટો થઈ ગયો છે
