મોરબીના વીસીપરામાં ઉછીના બે હજાર નહીં આપતા યુવાન ઉપર મિત્રએ કર્યો છરી વડે હુમલો
મોરબીમાં પૈસાની લેતીદેતીમાં બાબતે સમાધાન થઇ ગયું હોવાનું કહેતા યુવાનની સાથે ઝઘડો કરીને માર માર્યો..!
SHARE









મોરબીમાં પૈસાની લેતીદેતીમાં બાબતે સમાધાન થઇ ગયું હોવાનું કહેતા યુવાનની સાથે ઝઘડો કરીને માર માર્યો..!
મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવાનને નજીવી વાતે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો.યુવાનને તેના ભાણેજ સાથે પૈસાની લેતી-દેતીની તકરાર હોય સામેવાળાએ 'તમારા ભાણેજ સાથેની પૈસાની લેતી-દેતીની શું તકરાર ચાલે છે..?' તેમ પૂછ્યું હતું જેથી યુવાને 'અમારે ઘરમેળે સમાધાન થઈ ગયું છે' તેમ કહેતા ઉશ્કેરાઈ જઈને સામેવાળાએ યુવાનને માર માર્યો હતો..!
મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા પરસોત્તમભાઈ હીરાભાઈ ચાવડા નામના ૩૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ પરસોત્તમભાઈ ચાવડાએ વીસીપરામાં જ આવેલ આંબેડકર કોલોની વિસ્તારમાં રહેતા હરેશ જગદીશભાઈ સારેસા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે સામેવાળા હરેશભાઇએ પોતાને પૂછ્યું હતું કે 'તમારે અને તમારા ભાણેજને પૈસાની લેતી-દેતીની શું તકરાર છે..?' ત્યારે ફરિયાદી પરસોતમભાઈએ તેને કહ્યું હતું કે 'અમારે ઘરમેળે સમાધાન થઈ ગયું છે.' ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને હરેશભાઇએ પરેશભાઈને ગાળો આપી હતી અને મૂઢ માર પણ માર્યો હતો.હાલમાં પરસોત્તમભાઈ ચાવડાની ફરિયાદ ઉપરથી હરેશભાઇ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધીને બીટ વિસ્તારના જમાદાર વશરામભાઇ મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.
એક શખ્સની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો રવિ દિનેશભાઇ ખંભાળીયા જાતે કોળી નામનો ૨૮ વર્ષીય યુવાન તેના રહેણાંક વિસ્તારમાં પગપાળા પાઇપ લઈને નીકળ્યો હતો અને જાહેરમાં પાઇપ બતાવીને સીન સપાટા અને સ્ટંટ કરતો હોય બીટ વિસ્તારના વશરામભાઈ મેતા કે જેઓ નાઇટ કોમ્બીંગ હતાં તેમણે રવિ કોળીને ઝડપી પાડ્યો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ તેની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મારામારીમાં ઇજા
મોરબી નજીકના મકનસર ગામના રહેવાસી કાનજીભાઈ મોહનભાઈ ચાવડા નામના ૪૩ વર્ષીય યુવાનને મોરબીના સામાકાંઠે આવેલ ભીમરાવનગર વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો જેથી એ.એમ.જાપડીયા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
