મોરબીના ઘુંટુ રોડે ટ્રક નીચે ચગદાઈ જવાથી બાઈક સવાર યુવાનનું મોત
મોરબીના નાગડાવાસ પાસે અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
SHARE









મોરબીના નાગડાવાસ પાસે અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા જુના નાગડાવાસ ગામ પાસે ગતરાત્રીના પગપાળા જઈ રહેલા જુના નાગડાવાસ ગામના જ કોળી યુવાનને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હોય હાલ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા જુના નાગડાવાસ ગામે રહેતા સંજયભાઇ લક્ષ્મણભાઈ સાંતોલા જાતે કોળી નામના ૩૬ વર્ષીય યુવાનને ગઇકાલ રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં જુના નાગડાવાસ ગામ પાસે જ રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો.સંજયભાઇ પગપાળા રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચઢી જતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતદેહને પીએમ માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ત્યાંથી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ થઈ હતી.હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
