મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાની ન્યુ વિઝન સ્કૂલ ખાતે દર્શન યુનિવર્સિટી દ્વારા ધો.૧૦ પછી શું ? વિષય ઉપર સેમિનાર યોજાયો


SHARE









ટંકારાની ન્યુ વિઝન સ્કૂલ ખાતે દર્શન યુનિવર્સિટી દ્વારા ધો.૧૦ પછી શું ? વિષય ઉપર સેમિનાર યોજાયો

રાજકોટની દર્શન યુનિવર્સિટી દ્વારા ન્યુ વિઝન સ્કૂલ-ટંકારાના ધો.૧૦ ના વિધાર્થીઓ માટે ધોરણ ૧૦ પછી શું..? તે વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર ચિંતન કાનાણી દ્વારા ધોરણ ૧૦ પૂર્ણ કર્યા બાદ અલગ-અલગ કેરિયર ઓપ્શન વિશેનું ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ, બિઝનેસ, પ્રોફેશન તથા ધોરણ ૧૦ બાદ થતા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી હતી.

વિદ્યાર્થીઓએ પોતાની આર્થિક, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાને આધારે ગ્રુપ અને કેરિયરનો નિર્ણય કેવી રીતે કરવોએ ચર્ચા પણ કરવામાં આવી હતી.દેશમાં શું બદલાવ આવી રહ્યો છે ? ક્યાં ફિલ્ડમાં તકો વધી રહી છે ? ભવિષ્યમાં કેવા પ્રકારની તકોનું નિર્માણ થશે ? આ બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ધોરણ ૧૨ સાયન્સ પછી એન્જિનિરીંગ, મેડિકલ, પેરામેડિકલ, આર્કિટેકચર, એગ્રિકલ્ચર, બીએસસી, ફાર્મસી વગેરે અભ્યાસ્ક્રમોની માહિતી આપવામાં આવી હતી.સેમિનારનાં અંતે બધા જ વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછી શું ? માહિતી પત્રિકા આપવામાં આવી હતી.સેમિનારનું આયોજન વિદ્યાર્થીઓ પોતાની એકેડેમિક અને પ્રોફેશનલ કેરિયરમાં સારી રીતે સફળતા મેળવી શકે તે ઉદ્દેશ્યથી કરવામાં આવેલું હતું.સેમિનારને સફળ બનાવવા માટે ન્યુ વિઝન સ્કૂલના પ્રિન્સિપાલ દિલીપ બારૈયા અને દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર ઉમેશ ઠોરિયા, પ્રોફેસર આશિષ ડોંગા તથા પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News