મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં પિતા-પુત્ર ચેમ્પિયન
મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ
SHARE









મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલને અમદાવાદના એક વ્યક્તિએ ૬.૩૩ લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ કેસ કરવામાં આવ્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમ તથા ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ કેસની માહિતી મુજબ મોરબીની ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વતી તેના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદના રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ સામે મોરબીની કોર્ટમાં ૬,૩૩,૨૫૧ નો ચેક રીર્ટન થયો હોવાની ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કરી હતી. જે કેસ મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ.એન. વોરાની સમક્ષ ચાલી જતાં ફરીયાદીના વકીલ દ્વારા કરાયેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઈને આરોપી રત્નીવીર જવરામ શુકલ રહે. અમદાવાદ વાળાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ કરવામાં આવેલ છે તેમજ દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કરવાં આવેલ છે અને જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ ચિરાગભાઈ ડી. કારીઆ, રવીભાઈ કે. કારીયા, જગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલ હતા.
