મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ
ભાવ ઓછા લઈને ગ્રાહક કેમ તોડે છે કહીને ટ્રેડીગના ધંધાર્થીને ત્રણ શખ્સોએ મારમાર્યો
SHARE









ભાવ ઓછા લઈને ગ્રાહક કેમ તોડે છે કહીને ટ્રેડીગના ધંધાર્થીને ત્રણ શખ્સોએ મારમાર્યો
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વધાસીયા ટોલનાકાથી આગળ શનીદેવના મંદીર સામે મોરબીમાં રહેતા અને ટ્રેડીગનો ધંધો કરતાં યુવાનને ઘંઘામા ભાવ ઓછા લઇ કેમ ગ્રાહકો તોડે છે. તેમ કહીને ગાળો આપી હતી અને ત્રણ શ્ખ્સોએ માર માર્યો હતો જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર પંચાયત વાડી શેરીમાં સરદાર પેલેશ એપાર્ટમેન્ટ નં.૨૦૨ માં રહેતા કેતનભભાઇ શાન્તીલાલ ફુલતરીયા જાતે પટેલ (ઉ.૩૨)એ નવઘણ ભરવાડ રહે. શકત શનાળા અને તેની સાથેના બે અજાણ્યા માણસો આમ કુલ મળીને ટર્ન શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વધાસીયા ટોલનાકાથી આગળ શનીદેવના મંદીર સામે તેને આરોપીઓએ માર માર્યો હતો હાલમાં ભોગ બનેલ ફરિયાદી યુવાન ટ્રેડીગનો ધંધો કરે છે અને આરોપીઓએ ઘંઘામા ભાવ ઓછા લઇ કેમ ગ્રાહકો તોડે છે. તેમ કહીને ગાળો આપી હતી અને આરોપી નવઘણ ભરવાડએ તેના હાથમા રહેલ છરીના ફરિયાદી યુવાનને મુઢાનો ભાગ ઉપર મારી સામાન્ય ઇજા કરી હતી તેમજ અન્ય આરોપીઓએ ઠીકાપાટુનો માર માર્યો હતો અને ટ્રાફીક બેરીકેટ વડે વાસા તથા પડખામા મુઢ માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીની ફોર વ્હીલ કાર રજી નં. જીજે ૧ કેબી ૬૪૨૭ માં આગળ પાછળના કાચમા પથ્થરના ઘા ઝીકિને કાચ તોડી નાખીને નુકશાન કર્યું હતું અને આરોપીઓ નાશી ગયા હતા જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
