ભાવ ઓછા લઈને ગ્રાહક કેમ તોડે છે કહીને ટ્રેડીગના ધંધાર્થીને ત્રણ શખ્સોએ મારમાર્યો
મોરબીના રાજપર પાસે યુવાન ઉપર છરી વડે હુમલો કરીને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ
SHARE









મોરબીના રાજપર પાસે યુવાન ઉપર છરી વડે હુમલો કરીને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના રાજપર ગામ પાસે યુવાન લઘુશંકા કરવા માટે ગયો હતો ત્યારે ત્રણ શખ્સોએ ત્યાં આવીને તેના મામાની દીકરીના લગ્ન નાની ઉમરના લીધે રોકાઈ ગયા હતા જે તેના પિતાના કારણે રોકાયેલ છે તેવો વહેમ રાખીને યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પગમાં છરીનો ઘા ઝીકયો હતો જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોધાવી હતી તેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં બાદલપર(આમરણ) ગામે રહેતા મગનભાઇ કલ્યાણજીભાઇ સાવરીયા (ઉ.૨૬)એ વિનોદભાઇ શિવાભાઇ સાવરીયા (૩૪), સુરેશભાઇ શીવાભાઇ સાવરીયા (૪૬) અને જયદિપ કાળુભાઇ સાવરીયા (૨૨) રહે. બધા જ વજેપર શેરી નં-૧૪ મોરબી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના મામા બાબુભાઇની દિકરીના લગ્ન નાની ઉંમરના કારણે રોકાય ગયેલ હતા અને તે લગ્ન ફરીયાદી યુવાનના પિતાજીએ રોકાવેલ હોવાનો વહેમ રાખીને આરોપીઓ યુવાન રાજપર ગામ પાસે લઘુશંકા કરવા માટે ગયેલ હતો ત્યારે તેની પાછળ જઇ આરોપી વિનોદભાઇ અને સુરેશભાઈએ ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ત્રણેય આરોપીઓએ ભેગા માળીને યુવાનને ઢીકા પાટુનો માર માર્યો હતો અને આરોપી વિનોદભાઇએ જમણા પગે ઢીંચણના ભાગે છરીનો ધા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
