મોરબીના રાજપર પાસે યુવાન ઉપર છરી વડે હુમલો કરીને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ
મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા અજાણ્યા વાહનચાલકે સામે ગુનો નોંધાયો
SHARE









મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા અજાણ્યા વાહનચાલકે સામે ગુનો નોંધાયો
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા જુના નાગડાવાસ ગામ પાસે ગતરાત્રીના પગપાળા જઈ રહેલા જુના નાગડાવાસ ગામના કોળી યુવાનને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા જુના નાગડાવાસ ગામે રહેતા સંજયભાઇ લક્ષ્મણભાઈ સાંતોલા જાતે કોળી (૩૬) નામનો યુવાનને રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં જુના નાગડાવાસ ગામ પાસે જ રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો. જેથી પગપાળા રોડ ક્રોસ કરી રહેલા સંજયને હંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતદેહને પીએમ માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવમાં મૃતકના ભાઈ સુંદરમભાઇ ઉર્ફે દિલીપભાઇ લખમણભાઇ સાતોલા જાતે કોળી (ઉ.૩૧)એ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
