મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઓનલાઈન વેપાર કરતી પરિણીતાને ઓનલાઈન ગ્રાહકના બદલે રોમિયો ભટકાયો !  


SHARE

















વાંકાનેરમાં ઓનલાઈન વેપાર કરતી પરિણીતાને ઓનલાઈન ગ્રાહકના બદલે રોમિયો ભટકાયો  

ઓનલાઈન વેપારના રવાડે ચડેલા મહિલાઑ માટે લાલબતી સામાન કિસ્સો મોરબી જિલ્લાના વાંકાનેરમાં સામે આવ્યો છે જેમાં ફેસબુકમાં એકાઉન્ટ બનાવીને માલનું વેચાણ કરતી પરિણીતાને તમે મને ગમો છો માલ મંગાવનારા એક શખ્સે મેસેજ કર્યો હતો અને બાદમાં તે મહિલા તેના પતિ અને નણંદને વોટસપમા મેસેજ કરીને તેમજ અવાર નવાર ફોન કરીને ગાળો આપી હતી અને એસિડ છાંટીને ચહેરો બગાડી નાખવાની અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આરોગ્ય કેન્દ્રની બાજુમા રહેતા મેઘનાબેન હિતેશભાઈ ભટ્ટ જાતે બ્રામણ (ઉ.૩૮)એ જાવીદ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરીયાદી મેઘના ભટ્ટ નામથી ફેસબુકમા એકાઉન્ટ બનાવીને ઓનલાઇન ઓર્ડર મેળવી ડ્રેસચણીયા ચોળીના મટીરીયલ્સની ખરીદી કરી વેચાણ કરવાનો વ્યવસાય કરે છે જેથી ગત તા.૧૬/૪ થી ૬/૫ સુધીમાં આરોપીએ ફરીયાદી પાસેથી ચણીયા ચોળીનો ઓર્ડર આપી તે મંગાવ્યા હતા અને ફરીયાદીને મોબાઇલ ફોનમા તમે મને ગમો છો કહીને મેસેજ કર્યો હતો જેથી ફરીયાદી મહિલાએ મારા લગ્ન થઈ ગયેલ છે તેવો મેસેજ કર્યો હતો જેથી આરોપીએ ફરીયાદી તથા તેના પતિ હિતેશભાઈ કીશનભાઈ ભટ્ટ તથા નણંદ રીનાબેન રવીભાઇ ગોરેચાના મોબાઇલ નંબરમા વોટસપમા મેસેજ કરીને તેમજ અવાર નવાર ફોન કરીને ગાળો આપી હતી અને એસીડ છાંટી ચહેરો બગાડી નાખવાની ધમકી આપી હતી અને ઓનલાઇન ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૫૦૭૫૦૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News