મોરબીમાં નંદીઘર ગૌશાળામાં ભારત વિકાસ પરિષદે ૮૬૦ મણ લીલો ઘાસચારો આપ્યો
મોરબીના ધુનડા નજીક મિત્રની મશ્કરી કરનાર યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને માર મારનારા શખ્સની ધરપકડ
SHARE









મોરબીના ધુનડા નજીક મિત્રની મશ્કરી કરનાર યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને માર મારનારા શખ્સની ધરપકડ
મોરબી નજીકના શનાળા ગામે રહેતો યુવાન તેના મિત્ર સાથે મશ્કરી કરી રહ્યો હતો ત્યારે ત્યાં ઊભેલા એક શખ્સે તેને ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના શનાળા ગામે રહેતો નીતિનભાઈ ધનજીભાઈ સોલંકી (૨૪) મોરબીના ઘુનડા રોડ પર જીઈબીના સ્ટેશન પાસે તેના મિત્ર સાથે મજાક-મસ્તી કરી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા શનાળા ગામે રહેતા શ્રીપાલસિંહ શ્રીકૃષ્ણસિંહ ઝાલાએ ઉશ્કેરાઇ જઇને તેને ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પાવડાના હાથા વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા નીતિનભાઈ સોલંકીએ સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે શ્રીપાલસિંહ શ્રીકૃષ્ણસિંહ ઝાલા (૩૫) રહે. શનાળા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
