મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સની ખરીદી કરીને આપેલ ચેક રીટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ


SHARE









મોરબીમાં ટાઇલ્સની ખરીદી કરીને આપેલ ચેક રીટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં આરોપીઓને ધડોધડ સજા કરવામાં આવી રહી છે તેવામાં ચેક રીટર્નના વધુ એક કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ કરવામાં આવેલ છે અને તેમાથી ફરીયાદીને ચેકની રકમના ૯ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે

મોરબીની એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો ત્યારે ફરીયાદી સીમોલેક્ષ સીરામીક મકનસર પાસેથી આરોપી ઓમ સાઈ માર્બલના નંદસિંહ કિશનસિંહ, રહે. દહેરાદૂન વાળાએ વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરેલી હતી અને ફરીયાદીને બીલ મુજબની રકમ ૫૫૯૩૭૫ ચૂકવવાની હતી જે પેટે આરોપીએ ચેક આપેલો હતો જે ચેક બેંકમાં ભરતા ચેક પરત ફર્યો હતો જેથી ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્નની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ વી.એલ.પરદેશીની કોર્ટમાં વર્ષ- ૨૦૧૭ માં કરી હતી જે કેસના કામે સમન્સની બજવણી થતાં આરોપી કોર્ટમાં હાજર થયેલા અને ત્યારબાદ તેને બે વખત ૫૦-૫૦ હજાર એમ કુલ મળીને એક લાખ ફરીયાદીને ઓનલાઈન જમા કરાવેલા હતા .

ત્યારબાદ આરોપી જાતે મુદતે પુરાવાના કામે હાજર રહેલા નહી કે ફરીયાદીનો પુરાવો ઉલટ તપાસ લેવા વકીલ મારફતે હાજર રહેલા નહી જેથી કેસ ચાલી જતા ફરીયાદીના વકીલ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓને ધ્યાને લઈ એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ વી.એલ. પરદેશીએ આરોપી ઓમ સાઈ માર્બલના પ્રોપરાઇટર નંદસિંહ કેશનસિંહ રહે. દહેરાદૂન વાળાને તકસીરવાન ઠરાવીને આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા ૪૫૯૩૭૫ ની ડબલ રકમ રૂપીયા ૯૧૮૭૫૦ નો દંડ કરેલ છે તથા તે રકમમાથી ફરીયાદીને ચેકની રકમના નવ ટકા વ્યાજ સહીત વળતર ફરીયાદ કર્યા તારીખથી ચૂકવવા હુકમ ફરમાવેલ છે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, બી.કે.ભટ્ટ તથા ટી.એસ.કોઠારી રોકાયેલા હતા




Latest News