મોરબીમાં ટાઇલ્સની ખરીદી કરીને આપેલ ચેક રીટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ
મોરબીના પાનેલી તળાવમાંથી થતી બેફામ પાણીચોરી રોકવા કાલીકાનગરના સરપંચ સહિતના લોકોની માંગ
SHARE









મોરબીના પાનેલી તળાવમાંથી થતી બેફામ પાણીચોરી રોકવા કાલીકાનગરના સરપંચ સહિતના લોકોની માંગ
મોરબી નજીક આવેલા પાનેલી ગામ પાસેના તળાવમાંથી બેફામ પાણીચોરી કરવામાં આવી રહી છે અને પાણીના ટેન્કરો ભરીને હાલમાં ઔદ્યોગિક વિસ્તારમાં તે પાણીની સપ્લાય કરવામાં આવી રહી છે અને આ પાણીને અનામત રાખવા માટે નગરપાલિકા દ્વારા પરિપત્ર કરીને તેની જાણ કરી દેવામાં આવી હોવા છતાં પણ પાણીચોરી કરવામાં આવતી હતી જેથી કરીને કાલીકાનગર ગામના સરપંચ સહિતના આગેવાનો પાનેલી તળાવ ખાતે પહોંચ્યા હતા અને તળાવમાંથી પાણી બહાર નીકળતા પાણીને રોકવા માટેની કામગીરી કરવામાં આવી હતી તેની સાથોસાથ પાણીચોરી કરનારા તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તળાવનું શુદ્ધ પાણી પીવા માટે આગામી ચોમાસા સુધી ઉપયોગમાં લઈ શકાય તે માટે અનામત રાખવામાં આવે તેવી લાગણી અને માગણી સરપંચ સહિતના લોકોએ વ્યક્ત કરી હતી
મોરબી શહેરના લોકો તેમજ આસપાસના લોકોને મોરબી નજીકના મચ્છુ -૨ ડેમ તથા મોરબી નજીક આવેલ પાનેલી ગામના તળાવમાંથી પીવાનું શુદ્ધ પાણી સપ્લાય કરવામાં આવતું હતું જોકે થોડા વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા પાનેલી ગામેથી પાણીની જે પાઈપલાઈન મોરબીના લોકો માટે આવતી હતી તે પાઇપલાઇનમાંથી આડેધડ કારખાનેદારો દ્વારા કનેક્શન લઈ લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ તળાવનું પાણી ઉદ્યોગમાં આપવા માટેનો ઠરાવ કર્યો હતો દરમિયાન હાલમાં ઉનાળામાં પાણીની માંગ વધી રહી છે અને પાણીનો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે તળાવની અંદર રહેલ પાણીને અનામત રાખવા માટે પાલિકા દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે તેમ છતાં પણ પાનેલી તળાવમાંથી યેનકેન પ્રકારે પાણીને બહારના ભાગમાં પાણી કાઢીને ત્યાં પાણીના ખાડા ભરીને તેમાંથી પાણીના ટેન્કરો ભરવામાં આવે છે અને તે પાણીનો ઉદ્યોગમાં વેપલો કરવામાં આવી રહ્યો છે આમ પાણી ચોરી કરીને પાનેલી તળાવનું પાણી ઉપડવામાં આવી રહ્યું છે
જેથી કાલીકાનગરના સરપંચ સહિતના આગેવાનો પાનેલી તળાવ ખાતે પહોંચ્યા હતા અને જે જગ્યા ઉપરથી પાનેલી તળાવનું પાણી તળાવની બહાર કાઢવામાં આવતું હતું તે તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ બકનળી મારફતે પણ તળાવનું પાણી બહાર કાઢવામાં આવતું હોય તેને પણ બંધ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.જોકે તળાવનું પાણી અનામત રાખવા પરિપત્ર કરી દેવામાં આવેલ છે તેમ છતાં પણ હાલમાં ટેન્કરમાં પાણી ભરીને તેનો વેપાર ખુલ્લે આમ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને પીવા માટે આ પાણીને અનામત રાખવાની લોકોએ લાગણી અને માગણી કાલીકાનગરના સરપંચ સહિતના ગામના આગેવાનોએ વ્યક્ત કરી છે અને પાણીચોરી કરનારા તત્વો સામે જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે
