મોરબીના પાનેલી તળાવમાંથી થતી બેફામ પાણીચોરી રોકવા કાલીકાનગરના સરપંચ સહિતના લોકોની માંગ
મોરબીના રવાપર ગામે સીડીએસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
SHARE









મોરબીના રવાપર ગામે સીડીએસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મોરબીના રવાપર ગામ પાસે સીડીએસ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટ થકી થનારી આવકને સેવાકીય કામમાં વાપરવામાં આવશે તેવું આ સંસ્થાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા તેમજ ઉપપ્રમુખ રાકેશભાઈ કાવરે જણાવ્યું છે વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે સીડીએસ ટ્રસ્ટ ગાય, દીકરીઓ અને વિદ્યાર્થીઓ માટે કામ કરતી સંસ્થા છે અને પાટીદાર સમાજમાં આજે જે ઘરમાં ઘરના મોભી અવસાન પામ્યા હોય અને બાળકોને અભ્યાસ માટે આર્થિક સહિતની જે જરૂરિયાત હોય તે તમામ મદદ સીડીએસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે હાલમાં રવાપર ગામ પાસે આ ટ્રસ્ટ દ્વાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં જુદીજુદી કુલ મળીને ૧૦ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે અને ૧૪ ઓવરની એક એવી મેચ રમાડવામાં આવી રહી છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી જે કંઈ આવક થશે તે તમામ રકમનો ઉપયોગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે આ ટુર્નામેન્ટને જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે રાજકોટના સાંસદ અને મોરબીમાં રહેતા મોહનભાઈ કુંડારીયા, બગથળા નકલંક મંદિરના દમજી ભગત, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા સહિતના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા
