મોરબીના રવાપર ગામે સીડીએસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે
SHARE









મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે
મોરબીના લાલપર ગામ પાસે ઇન્ડુસ્ઇન્ડ બેન્કની શાખા આવેલ છે ત્યાં મૂકવામાં આવેલ એટીએમમાંથી નાણાકીય હેરફેરી કરવામાં આવતી હતી અને તપાસ દરમ્યાન ૧૫ લાખની ઉચાપત હોવાનું સામે આવ્યું હતુ જેની ફરિયાદ આધારે પોલીસે એટીએમ કસ્ટોડિયન એવા બેંકના મહિલા કર્મચારી સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બંનનેને રિમાન્ડ ઉપર લીધા હતા જો કે, તે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીમાં ઇન્ડુસ્ઇન્ડ બેંકના કલ્સ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિક હરીશભાઇ માંકડએ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, લાલપર પાસે ઈશાન સીરામીક ઝોનમાં આવેલ ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ કસ્ટોડિયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર દ્રારા રૂપિયા ૧૫ લાખની બેંક સાથે ઉચાપત કરવામાં આવેલ છે જેના આધારે પોલીસે બેન્કના કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર (૨૯) અને જીગ્નેશ ચંદુભાઈ માનસેતા જાતે લોહાણા (૩૫) ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઉચાપત કરેલ રકમ રિકવર કરવા માટે તજવીજ કરવામાં આવી હતી.જો કે, આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે મહિલા સહિતના બંને બેંક કર્મીઓને જેલ હવાલે કરવા હુકમ કરતા બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
