મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે
મોરબીમાં ૪.૬૪ લાખની ટાઇલ્સની ચોરીમાં પકડાયેલ આરોપી જેલ હવાલે
SHARE









મોરબીમાં ૪.૬૪ લાખની ટાઇલ્સની ચોરીમાં પકડાયેલ આરોપી જેલ હવાલે
મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ કારખાના ગોડાઉનમાંથી સ્લેબ ટાઇલ્સની ચોરી કરવામાં આવી હતી જેની અજાણ્યા આઇસર અને બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરેલ હતી અને તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે છોટે સરદાર પાર્કમાં રહેતા ધવલભાઇ અશોકભાઈ કૈલા જાતે પટેલ (ઉમર ૨૪) એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ અજાણ્યા આઇસરના ચાલક અને બાઈક ચાલક મળીને કુલ બે શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે જાંબુડિયા ગામની સીમમાં આવેલ કોમેટ સીરામીક નામનું કારખાનું બંધ છે તેની એવિયાના સિરામિકનું ગોડાઉન આવેલ છે.જેમાં સ્લેબ ટાઇલ્સનો પ્રીમિયમ તથા એસટીડી માલ મૂકવામાં આવ્યો હતો અને સ્લેબ ટાઇલ્સ કુલ મળીને ૪૭૬ મૂકી હતી જે એક સ્લેબ ટાઇલ્સની કિંમત ૯૭૫ રૂપિયા છે આવી ૪૭૬ સ્લેબ ટાઇલ્સની ચોરી કરવામાં આવેલ છે.જેથી કુલ મળીને ૪.૬૪ લાખના મુદ્દામાલની અજાણ્યા બે તસ્કરો દ્રારા આઇસરમાં ભરી જઇને ચોરી કરવામાં આવી હતી.ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપી નાથાભાઈ ઉર્ફે યુવરાજ બહાદુરભાઇ થરેશા જાતે કોળી (ઉમર ૨૫) રહે.ઇન્દિરાનગર, ખોડિયાર સોસાયટી મોરબી-૨ મૂળ રહે.જૂના ઘંટીલાની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી ચોરી કરવામાં આવેલ ટાઇલ્સ પૈકીની ટાઇલ્સને પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ હતી અને ટાઇલ્સને જે વાહનમાં ભરવામાં આવી હતી તે વાહનને પણ કબ્જે કરવામાં આવ્યું હતું અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે બે દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપી નાથાભાઇ કોળીને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જેલ હવાલે કરવા હુકમ થતા હાલ તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
અપહરણ-બળાત્કારનો આરોપી જેલહવાલે
મોરબી તાલુકાની હદમાં માળીયા હાઇવે ઉપર આવેલા એક ગ્રામ્ય વિસ્તારની સગીરાને અપહરણ કરીને તેણીને ચોટીલા, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સાથે ફેરવ્યા બાદ તેણીના ઘેર મૂકી દેવામાં આવી હતી અને તેની સાથે બળજબરી જાતીય પ્રવેશ કરવામાં આવેલ હોય તે અંગે જેતે સમયે ફરિયાદ નોંધાવા પામી હતી જે બનાવમાં ગુનો નોંધીને તાલુકા પીઆઈ વી.એલ.પટેલ દ્વારા અપહરણ,.બળાત્કાર તેમજ પોકસોની વિવિધ કલમો હેઠળ જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ પ્રભુભાઈ બારૈયા જાતે પટેલ (ઉમર ૨૩) હાલ રહે.ગજાનન એપાર્ટમેન્ટ બોનીપાર્ક રાજા મિનરલ વાળી શેરી રવાપર મોરબી મૂળ રહે.નાના ખીજડીયા તાલુકો ટંકારા જીલ્લો મોરબીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં હાલ તેને જેલહવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
