મોરબીમાં ૪.૬૪ લાખની ટાઇલ્સની ચોરીમાં પકડાયેલ આરોપી જેલ હવાલે
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્વાના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા: ૧૩ મી સુધી રિમાન્ડ
SHARE









મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્વાના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા: ૧૩ મી સુધી રિમાન્ડ
મોરબીના પોષ વિસ્તારમાં રહેતી સગીરા સાથે સોશ્યલ મીડિયા મારફતે સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી અને તેની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું આટલું જ નહીં પરંતુ તેની પાસેથી પૈસા પણ પડાવવામાં આવ્યા હતા જેથી આ બનાવમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીઓના તા ૧૩ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે
મોરબીના પોશ વિસ્તારમાં રહેતી સગીરાનો ઇન્સટાગ્રામના મધ્યમથી સંપર્ક કર્યો હતો અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યાર બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી લેવાં આવ્યા હતા અને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી તેમજ આરોપીના મિત્રો સાથે પણ મીત્રતા રાખવા માટે મજબૂર કરવામાં આવી હતી અને ફોટો તેમજ વિડીયોના આધારે તેની પાસે રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા આમ સગીરાનું શારીરિક શોષણ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી અને રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી સગીરાએ ત્રણ શખ્સોની સામે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પોક્સો, દુષ્કર્મ અને આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી જેમાં મિત ચંદુભાઈ સીરોયા (૨૨) અને આર્યન શબ્બીરભાઈ સોલંકી (૨૧) ની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીઓના તા ૧૩ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આરોપી મિત ચંદુભાઈ સીરોયાએ ચાર ફેક આઈડી બનાવ્યા હતા અને સગીરા પાસેથી ૧૬૦૦૦ રૂપિયા પડાવ્યા હતા આ ગુનામાં ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
