મોરબીમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં વધુ ત્રણની ધરપકડ : અન્યની શોધખોળ
મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રના સહાયક સ્મિત નિમાવતે ખેલ મહાકુંભમાં દ્રિતીય સ્થાન મેળવ્યુ
SHARE









મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રના સહાયક સ્મિત નિમાવતે ખેલ મહાકુંભમાં દ્રિતીય સ્થાન મેળવ્યુ
ખેલ મહાકુંભ અંતર્ગત જોધપર(નદી) ખાતે ઓપન ચારસો મીટર દોડ સ્પર્ધામાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીમાં વિજ્ઞાન કેન્દ્ર સહાય તરીકે ફરજ બજાવતા અને ભવિષ્યમા ભારતીય આર્મીમાં જવાનું સ્વપ્ન જોઈ રહેલા નિમાવત સ્મિત અશોકભાઈએ મોરબી જિલ્લા કક્ષા ઓપન કેટેગરીમાં ચારસો મીટર દોડ ફક્ત ૧.૦૩ મીનીટમાં પૂર્ણ કરી દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે.તેઓની આ જ્વલંત સફળતા બદલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર તેમજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી વતી એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે તેમને શુભેચ્છાઓ પાઠવેલ છે.
