સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં વધુ ત્રણની ધરપકડ : અન્યની શોધખોળ


SHARE

















મોરબીમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં વધુ ત્રણની ધરપકડ : અન્યની શોધખોળ

મોરબીના આલાપ રોડ ઉપર પટેલનગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવેલ હોવાથી વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગલા દિવસે બે શખ્સની ધરપકડ કરેલ અને આજે વધુ ત્રણની ધરપકડ કરીને મહીલા સહીતના બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ કરેલ છેય

મૂળ મોરબી તાલુકાના કેરાળા ગામના વતની અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર પટેલનગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (ઉમર ૬૫) એ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબીના નવા બસ સ્ટેશન પાસે આશાપુરા ટાવરમાં આવેલ વકીલ સહદેવસિંહની ઓફિસ ખાતે ખોટું સોદાખત બનાવડાવીને સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે.ફરિયાદમાં ભોગ બનેલા વૃદ્ધે જણાવેલ કે વજેપર ગામની જમીનધારક કાંતાબેન તેમના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદી ભગવાનજીભાઇ દેત્રોજાની સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરી હતી આ ગુનામાં પોલીસે બે દિવસ પહેલા સાક્ષી તરીકે ખોટી ઓળખ આપનાર પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ જાતે દલવાડી (૩૪) અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ જાતે દલવાડી (૩૦) રહે.મગરની વાડી વાવડી રોડ, ભગવતી હૉલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી.

આજે તા.૧૦ ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ એમ.પી.પંડ્યા દ્વારા ઉપરોક્ત ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) છેતરપિંડીની અને કાવતરૂ રચવાની વિવિધ કલમો હેઠળ હરેશ ઉર્ફે કોના નારણ જાકાસણીયા પટેલ (૫૭) રહે.આલાપ રોડ અંજલી પાર્ક શેરી નંબર -૨ મોરબી,  અશોક દામજી કાસુન્દ્રા પટેલ (૪૩) રહે. રવાપર રોડ વ્રજ વાટીકા વ્રજ એપાર્ટમેન્ટ મૂળ રહે.આમરણ અને અંબારામ ડાયા બાવરવા પટેલ (૪૯) રહે.રવાપર કેનાલ ચોકડી સ્વાગત હોલ સામે એકતા એપાર્ટમેન્ટ મૂળ રહે.બરવાળા વાળાઓની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી હોવાનું સુત્રો દ્રારા જાણવા મળેલ છે અને બાકીના મહીલા સહીતના ત્રણ આરોપીઓને પકડવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના મયુરનગર ગામના રહેવાસી જાનકીબેન પાર્થભાઈ દાવડા નામની ૨૫ વર્ષીય મહિલાને ધ્રાંગધ્રા નજીક બાઈક અને ટ્રક વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવવા ઈજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં મફતીયાપરામાં રહેતા અમરશીભાઈ ગગજીભાઈ ભોરણીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધને નવલખી ફાટક પાસે રિક્ષા સાથે થયેલી અથડામણમાં ઇજાઓ થતા તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.તેમજ હળવદના કૃષ્ણનગર ગામે રહેતા મચ્છાબેન શામજીભાઈ તારબુંદીયા નામના ૪૯ વર્ષીય મહિલાને ઘરેથી બહાર બાઈકમાં બેસીને જતા સમયે બાઇકમાંથી પડી જતા ઇજાઓ થતાં સારવારમાં મોરબી ખસેડાયા હતા.




Latest News