મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રના સહાયક સ્મિત નિમાવતે ખેલ મહાકુંભમાં દ્રિતીય સ્થાન મેળવ્યુ
મોરબીના માળીયા-હળવદ હાઈવે ઉપર ઘંઉ ભરેલ કન્ટેનર પલ્ટી મારીને કાર સાથે ટકરાતા એકને ઇજા
SHARE









મોરબીના માળીયા-હળવદ હાઈવે ઉપર ઘંઉ ભરેલ કન્ટેનર પલ્ટી મારીને કાર સાથે ટકરાતા એકને ઇજા
મોરબી જિલ્લાના માળીયા- હળવદ હાઈવે ઉપર અકસ્માતનાં વધુ બનાવો સર્જાય છે તેમાં વધુ એક અકસ્માત બનાવનો ઉમેરો થયો છે.જેમાં ઘંઉ ભરીને કન્ટેનર જતુ હતું તે દરમિયાન કોઈ કારણસર પલ્ટી મારી જતા ટ્રક ઈનોવા કાર ઉપર પડ્યો હતો જેથી કરીને ઈનોવા કારના ચાલકને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
માળીયા-હળવદ હાઈવે પર દેવળિયા ગામ પાસે ઉપરોકત વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમા વહેલી સવારે એક ઘંઉ ભરેલ કન્ટેઈનરના ચાલકે કોઇ કારણોસર સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કન્ટેનર પલ્ટી મારીને ડિવાઈડર સાથે અથડાયુ હતુ.જેથી કન્ટેનરમાં ભરાયેલા ઘઉંનો જથ્થો હાઇવે ઉપર ઢોળાઈ હતો. દરમિયાનમાં સામેથી આવતી એક ઇનોવા કાર નંબર જીજે ૧૮ બીએચ ૩૨૭૪ પણ કન્ટેનર સાથે અથડાઈ હતી.જેમાં કાર ચાલકને ઇજા થતાં ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.બનાવની જાણ થતા જ હળવદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને હાઇવે ઉપર જામ થયેલ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
