મોરબીના માળીયા-હળવદ હાઈવે ઉપર ઘંઉ ભરેલ કન્ટેનર પલ્ટી મારીને કાર સાથે ટકરાતા એકને ઇજા
મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન
SHARE









મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન
મોરબી જીલ્લાના માળિયા(મિં.) તાલુકાના જાજાસર ગામે આવેસ જયશ્રી રામદેવજી મહારાજ અલખધામ આશ્રમે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે હોમ-હવન, બારપોરો પાટોત્સવ અને રામદેવ રામાયણના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૧૦ ના કથા પ્રારંભ થયેલ છે અને આગામી તા. ૧૬ ના રોજ કથા વિરામ લેશે.
જાજાસરના અલખધામ આશ્રમ ખાતે તા.૧૬ સુધી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા શ્રવણનો લાભ લઇ શકાશે.કથા દરમિયાન નંદ ઉત્સવ, રામદેવજી મહારાજ પ્રાગટ્ય, ભૈરવ ઉદ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ અને ગતગંગા ભક્તોની કથા, રામદેવ મહારાજની પોથીયાત્રા, ભવ્ય રામાંમંડળ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં બાળ વિદુષી કથાકાર રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુ પુ.ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ-મોરબી) વ્યાસ આસનેથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.હવન તા.૧૪ ને શનિવારથી તા.૧૬ને સોમવાર સુધી યોજાનાર હોય આ કથા અને ધાર્મિક મહોત્સવનો લાભ લેવા અલખધામ આશ્રમના મહંત મૂળદાસબાપુ અને ગુરુશ્રી નાગરાજ બાપુએ શ્રધ્ધાળુઓને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.
