મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ૫.૪૩૦ કિલો ગાંજા સાથે પકડાયેલ ઇસમ ત્રણ દિવસના રીમાંડ ઉપર : સુરતના ગુલાબની શોધખોળ ચાલુ


SHARE







મોરબીમાં ૫.૪૩૦ કિલો ગાંજા સાથે પકડાયેલ ઇસમ ત્રણ દિવસના રીમાંડ ઉપર : સુરતના ગુલાબની શોધખોળ ચાલુ

મોરબીના લાયન્સનગરમાં રહેતા શખ્સનાં ઘરમાં ગાંજાનો જથ્થો હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામા આવતા ૫.૪૩૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની મળી આવતા ધરપકડ કરવામાં આવી છે અને સુરતનો શખ્સ આ માલ આપી ગયો હોવાની માહિતી સામે આવી હતી.એનડીપીએસના આ ગુનામાં પકડાયેલ આરોપીને રીમાંડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના રીમાંડ મંજુર કરાયેલ છે.


મોરબીના એસઓજીના હેડ કોન્સટેબલ મહાવીરસિંહ પરમારને મળેલ બાતમી આધારે સેંટમેરી ફાટક પાસે આવેલા લાયન્સનગરમાં ગાંજાની રેડ કરવામાં આવી હતી ત્યારે ઇકબાલભાઇ ફતેમહમદભાઇ મોવર જાતે મિંયાણા (ઉમર ૪૫) રહે.હાલ લાયન્સનગર શિવ આરાધના એપાર્ટમેન્ટની સામેની શેરી મોરબી મુળ રહે.અંજીયાસર તા.માળીયા (મિ) ના ઘરમાંથી પોલીસને ૫.૪૩૦ કિલો ગ્રામ ગાંજો કિંમત ૫૪,૩૦૦ તેમજ એક મોબાઇલ, રોકડા ૧૨,૫૦૦, એક ડીજીટલ વજન કાંટો આમ કુલ મળીને ૭૨,૪૦૦ નો મુદામાલ મળી આવેલ અને પકડાયેલ ઇકબાલ મોવરને સુરતના કતારગામનો ગુલાબભાઇ નામનો ઇસમ ગાંજો આપી ગયો હોવાની માહિતી સામે આવી હતી.બંને ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.હાલમાં તપાસ મોરબી સીટી એ ડીવીઝન પીએસઆઈ એમ.પી.સોનારાને સોંપવામાં આવી હોય આરોપી ઈકબાલ મોવરને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર એટલે કે તા.૧૩-૫ સુધી રિમાન્ડ ઉપર લેવા માટે હુકમ કર્યો હોવાનું સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

બાળક-યુવતી સારવારમાં

મોરબીના કબ્રસ્તનની પાસે રહેતા નિયાલ સલીમભાઈ રફાઈ નામના ચાર વર્ષીય બાળકને શહેરના જુના બસ સ્ટેશન પાસે અજાણ્યા રિક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે સોનાબેન ધીરૂભાઈ મકવાણા નામની ૧૯ વર્ષીય યુવતી કોઇ કારણોસર ફિનાઇલ પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જેથી બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News