મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ


SHARE







મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના જુના પીપળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના આદીવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે એક ઇસમ અપહરણ કરી જતા ભોગ બનેલી સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ છોટાઉદેપુરના અંબાલાના ગ્રામ્ય વિસ્તારનો આદિવાસી પરિવાર મજૂરી સબબ મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા જુની પીપળી ગામે આવ્યો હતો અને અહીં ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને જાતીય સતામણી કરવાના ઈરાદે ભાવેશ રાજુભાઈ રાવત રહે.મેન્દ્રા ટંકરાફળીયુ દેવગઢ બારીયા દાહોદ વાળો અપહરણ કરી ગયો હતો જેથી કરીને હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ ભાવેશ રાજૂ રાવત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલી સગીરાને શોધી કાઢવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગળે ફાંસો લાગી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રણછોડનગર પાસે આવેલ વિજયનગરમાં રહેતા રામજીભાઈ દેવશીભાઇ ભરવાડ નામના ૨૦ વર્ષના યુવાનને ગળેફાંસો આવી જતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોય બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યુ હતુ કે રામજીભાઈ ભરવાડ નામનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યાં વાછડીને દોરડું બાંધેલું હોય અને તે દોરડું ગળામાં સલવાઇ જતા અને વાંછડી તેને આંટો ફરી જતાં ગળેટુંપો આવી ગયો હતો અને જેથી કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.






Latest News