ટંકારામાં થયેલ ૧.૪૧ લાખની લૂંટ અંગે ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ
મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ
SHARE









મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ
કચ્છના આશાપુરા માતાના મઢ ખાતેથી એકતા યાત્રા શરૂ કરવામાં આવેલી છે જેમાં વિવિધ મંદિરોની જ્યોત લઇને એકતા યાત્રા જુદા જુદા જિલ્લાઓમાં ફરીને અંતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થવાની હોય અને આ યાત્રા આવતીકાલ તા.૧૨ ના ચારેક વાગ્યે વાંકાનેર બાદ મોરબી પ્રવેશવાની હોય તેને લઈને મોરબી રાજપૂત કરણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આવનાર યાત્રાના સ્વાગત કરવા માટે ઠેરઠેર અનેક આયોજનો કરવામાં આવેલા છે.
તારીખ ૧-૫ ના રોજ શરૂ થયેલી એકતા યાત્રા તારીખ ૧૬-૫ ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે તે દરમિયાન આવતીકાલ તારીખ ૧૨ ના રોજ યાત્રા મોરબી આવવાની હોય તેને સત્કારવા માટે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.જેમાં આવતીકાલ તારીખ ૧૨ ના સાંજે ચારેક વાગ્યે સર્કિટ હાઉસ ખાતેથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી અને ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો ઉપર એકતા યાત્રા નીકળશે અને તે દરમિયાન રસ્તામાં આવતા વિવિધ મહાપુરુષો અને શહીદોની પ્રતિમા ખાતે હારતોરા કરવામાં આવશે ત્યારબાદ શકત શનાળા ગામે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથોસાથ તલવારબાજીના કરતબ પણ યોજવામાં આવેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને જિલ્લા પ્રભારી દશરથસિંહ (દશુભા) ઝાલા સહિતનાઓ તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા મંત્રી મહાવીરસિંહ જાડેજા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.તેમજ શ્રી રાજપૂત કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મ જયંતીની પણ ઉજવણી કરવામાં આવી હતી.જેમા મહારાણા પ્રતાપજીની પ્રતીમાને ફૂલહાર કરી તેમજ કેસરિયો ધ્વજ લહેરાવી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારો તેમજ રાજપૂત સમાજના હોદેદારો અને રાજપૂત સમાજના અગ્રણી હાજર રહ્યા હતા.
