મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લગ્નની ૩૬ મી વર્ષગાંઠ ઉજવી
SHARE









મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લગ્નની ૩૬ મી વર્ષગાંઠ ઉજવી
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે મોરબી ત્રાજપર ચોકડી સ્થિત એસ્સાર પેટ્રોલ પંપ તથા શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમના માલીક મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયા તથા શ્રીમતિ પ્રભાબેન મંગળજીભાઈ સુવાગીયાએ પોતાના લગ્નની ૩૬ મી વર્ષગાંઠ આ સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઉજવી હતી.આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હાથે ભોજન પ્રસાદ પીરસી પૂ.જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.ઉલ્લેખનીય છે કે આધુનિક સમયમા સામાન્ય રીતે લોકો પોતાના જન્મદીન તેમજ લગ્નદીન સહીતના શુભ પ્રસંગો મોજશોખ વાળી વૈભવી પાર્ટીઓ દ્વારા ઉજવી નાણાકીય વ્યય કરી રહ્યા હોય છે ત્યારે મોરબીના સુવાગીયા પરિવારના મોભી દ્વારા પોતાના લગ્નની ૩૬ મી વર્ષગાંઠ નિમિતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સમાજને એક નવી રાહ દર્શાવી છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, મનિષભાઈ પટેલ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ લગ્નદીનની શુભેચ્છા પાઠવી હતી.
