મોરબીના શનાળા ગામે પ્લોટમાં વંડો બનાવવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામી ધબધબાટી : ફરિયાદો નોંધાય
ટંકારામાં થયેલ ૧.૪૧ લાખની લૂંટ અંગે ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ
SHARE









ટંકારામાં થયેલ ૧.૪૧ લાખની લૂંટ અંગે ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ
મોરબી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ રેટ જેટ ગતીએ ઊચકાયો છે છતાં અસરકારક પગલાં લેવામાં આવતા નથી તે હકીકત છે.વધી રહેલા ગોજારા વાહન અકસ્માતોની ભરમાર છે ત્યારે જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે..? તે સવાલ ઉઠી રહ્યો છે.તેમજ એસપી કક્ષાએથી હાઇવે ઓથોરિટી સાથે મળીને કેમ એક્શન પ્લાન ઘડાતો નથી..? કયા કારણોસર વધુ વાહન અકસ્માતો થાય છે તેનો સર્વે કરાવીને યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી જેથી નિર્દોષ માનવ જીંદગીઓ મોતનાં ખપ્પરમાં હોમાય છે તે હકીકત છે.તે રીતે માળિયા પંથકમાં એક જ રાતમાં ચાર મકાનમાં ચોરીની ઘટના બની છે માટે પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.દરમિયાનમાં ગઈકાલે બપોરના સમયે ટંકારાના ઘુનડા વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે.જેમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન પોતાના પાસે રહેલ સ્કુલબેગ જેવા થેલામાં રોકડા રૂપિયા ૧.૪૧ લાખ લઈને જતો હતો ત્યારે બે અજાણ્યા ઈસમોએ આવીને તેની પાસેથી ૧.૪૩ લાખ ભરેલ થેલો ભય બતાવીમે ઝુંટવીને (લુંટીને) ભાગી ગયા હતા જે અંગે હાલ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને લુંટારૂઓનું પગેરુ મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
હાલમાં ટંકારા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતો અને મૂળ માળિયા મિંયાણાના બોડકી ગામનો વતની સંદીપભાઈ હરિભાઈ ડાભી જાતે કોળી નામનો ૨૪ વર્ષીય યુવાન ખાનગી નોકરી કરે છે અને તે ગઈકાલે મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ઘુનડા ગામની સીમમાં અદેપરના રસ્તેથી નીકળ્યો હતો અને તે બાઈકમાં જતો હતો ત્યારે તેની પાસે રહેલા સ્કુલ બેગમાં રોકડા રૂપિયા ૧.૪૧ લાખ હતા ત્યારે ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઇસમો કે જેઓની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની હતી તેઓ એક્સેસ મોટર સાયકલમાં તેની પાછળ આવ્યા હતા અને એકસેસ સ્કુટરની પાછળ "માલધારી" લખેલું હતુ તે બે અજાણ્યા ઇસમોએ સંદીપભાઈ ડાભીને અટકાવીને તેની પાસે રહેલ સ્કૂલબેગનો થૈલો કે જેમાં રોકડા રૂપિયા ૧.૪૧ લાખ હતા તે થૈલો બળજબરીથી આંચકીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા અને એ દરમિયાન ફરિયાદી સંદીપભાઈ મોટર સાયકલમાંથી પડી ગયેલા હોય તેઓને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.હાલ સંદીપભાઈની ફરિયાદ ઉપરથી બે અજાણ્યા લૂંટારૂ વિરૂધ્ધ ફરિયાદ નોંધીને ટંકારા પીએસઆઈ બી.ડી.પરમાર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વાહન અકસ્માત
મોરબીમાં દિન-પ્રતિદિન વાહન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે તે દરમ્યાન ગઈકાલે જુના સાદુરકા ગામની સીમમાં આવેલ રાધેભાઈના ભરડીયા નવરચના સ્ટોન પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ટ્રેલર નંબર જીજે ૧૨ બીવી ૩૦૭૧ ના ડ્રાઈવર સંજય સુરેશ યાદવ આહીર (૩૧) હાલ રહે.ગળપાદર અંજાર કચ્છ મૂળ રહે.બિહાર વાળાએ ભુપેશભાઈ નારણભાઈ ચારોલા જાતે પટેલ (૪૭) રહે.ભાગ્યલક્ષ્મી મિલાપનગર પંચાયત ચોક યુનિવર્સિટી રોડ રાજકોટ વાળાની સફેદ કલરની ફોર્ડ ફિઆસ્ટા કારને હડફેટે લીધી હતી અને તેઓની કાર નંબર જીજે ૩ ડીએન ૫૪૭૬ ની સાથે ટક્કર મારી કારમાં નુકસાની કરી હતી જે અંગે ભુપેશભાઈ ચારોલાએ ઉપરોક્ત ટ્રેલર ચાલક સંજય આહિર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.
