વાંકાનેરમાં ગ્રીન ચોક પાસે સરકારી જમીન ઉપર દબાણ !: તંત્ર વાહકો મૌન ?
Morbi Today
વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઇ
SHARE









વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઇ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) સમગ્ર દુનિયામાં દર વર્ષે મે મહિનાની ૧૨ મી તારીખે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક દર્દીને નવું જીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય છે એટલું જ એક નર્સનું હોય છે. એક નર્સ દર્દીની સેવા તન-મનથી કરતી હોય છે. અને નર્સ પોતાની પરવા કર્યા વગર એક દર્દીનો જીવ બચાવે છે. આ દિવસ નર્સનાએ અમૂલ્ય યોગદાનને સમર્પિત કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જીલ્લામાં આવેલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડો. નીરવ વ્યાસ, ડો. મેજબીન માણસીયા, ડો. નસરુદ્દીન માણસીયા સહિતનો સ્ટાફ ત્યાં હાજર રહ્યા હતા
