સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ને પૂ.મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અપાયો


SHARE

















મોરબી જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ને પૂ.મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અપાયો

શિક્ષક વિજય દલસાણીયા ને અગાઉ પણ મોરબી જીલ્લા ના બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ

દર વર્ષે પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે જેમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મોરબી તાલુકાના શ્રી સભારાવાડી પ્રા શાળા ના શિક્ષક વિજયભાઈ દલસાણિયાનીને તા.૧૧-૫-૨૨ ના રોજ તલગાજરડા ખાતે આ આદરણીય મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ સાથે ૨૫ હજાર રૂપિયાની રકમનો ચેક પુરસ્કાર રૂપે વિજયભાઈને એનાયત કરેલ.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રાથમિક બંધ મારફત પણ સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ.આ અગાઉ પણ વિજયભાઈને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રાષ્ટ્રીય એવોર્ડ મંથન ગ્રુપ મારફત, લાયન્સ કલબ મોરબી અને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન મળેલ છે. એસ.એમ.સી.મારફત સન્માન પ્રાપ્ત કરેલ છે

બાળકોના વિકાસ માટે અત્યાર સુધી ૮૦૦ જેટલી વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવી છે.શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ એટલું મહત્વનું કામ કર્યું છે.વિવિધતા સભર પ્રવૃત્તિઓ, રાજયકક્ષાએ ઈનોવેશનો કરવા, સંશોધન કરવા, શિક્ષણને લગતા લેખો પ્રકાશિત થવા જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવી છે.વિજયભાઈની પ્રવૃત્તિઓ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થઈ છે.રિસેસમા પણ બાળકોને કંઈક નવું કરાવતા રહે છે. આવી કામગીરી બદલ તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે. વિજયભાઈ એક પ્રવૃતિશીલ શિક્ષક છે.જેમણે પણ બાળકોના વિકાસમાં નાવીન્યપૂર્ણ પ્રયોગ કરેલ છે.વિવિધ સાધનોનું નિર્માણ કરીને ખૂબ લોકપ્રિય બન્યા છે.માતૃભાષાની સમૃદ્ધિ માટે ખાનગી તેમજ સરકારી શાળાના શિક્ષકો માટે અનેક સેમિનાર કર્યા છે સાથે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ માટે પણ અનેક શાળાઓમાં ફ્રી સેમિનાર કર્યા છે.શિક્ષકત્વને જેમણે સાચા અર્થમાં ખીલવી બતાવ્યું છે જેનું આ ઉદાહરણ છે.પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે આ એવોર્ડથી સન્માનિત થતાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે તે બદલ સૌ કોઈ અભિનંદન પાઠવે છે.આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા-તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ બંનેનો દિલથી આભાર વ્યક્ત કરે છે.




Latest News