મોરબી જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ને પૂ.મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અપાયો
મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને ફટકરી એક વર્ષની સજા: બમણી રકમ ચુકવવા આદેશ
SHARE









મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને ફટકરી એક વર્ષની સજા: બમણી રકમ ચુકવવા આદેશ
મિત્રતાના દાવે મોરબીમાં ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા જેની સામે ચેક આપવામાં આવ્યો હતો અને તે ચેક રિટર્ન થતાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મુદતમાં હાજર ન થનાર આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમનો દંડ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કરેલ છે
મોરબીમાં રહેતા બલરાજસિંહ જાડેજાએ મિત્રતાના દાવે શશીકાંતભાઇ ધનજીભાઈ કણઝારિયા રહે. વાવડીરોડ, સંજય સોસાયટી વાળાને ત્રણ લાખ હાથ ઉછીના આપ્યા હતા જેની સામે તેને ચેક આપ્યો હતો આ ચેક રિટર્ન થતા ફરિયાદી બલરાજસિંહ જાડેજાએ શશીકાંતભાઇ ધનજીભાઈ કણઝારિયા સામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને કોર્ટ મુદતે હાજર ન રહેતા આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને કોર્ટે આરોપી શશીકાંતભાઇ ધનજીભાઈ કણઝારિયાને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ અને બમણી રકમનો દંડ વાર્ષિક રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કરેલ છે આ કેસમાં ફરિયાદના વકીલ તરીકે ઉદયસિંહ આર.જાડેજા રોકાયેલા હતા.
