મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો
મોરબી સિરામીક એસો.ના પ્રશ્નો આપ ઉકેલી શકે નહીં: પ્રમુખનો ખુલાસો
SHARE









મોરબી સિરામીક એસો.ના પ્રશ્નો આપ ઉકેલી શકે નહીં: પ્રમુખનો ખુલાસો
રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે મોરબી સીરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવા સમાચાર બાદ હાલમાં મોરબી સિરામીક એસો.ના પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ખુલાસો
કરવામાં આવેલ છે કે, વર્તમાન કોઈપણ હોદેદાર આપમાં ગયા નથી અને આપની કેન્દ્ર કે રાજયમાં સરકાર ન હોવાથી તે સિરામિક એસો.ના પ્રશ્નને ઉકેલી શકે નહીં માટે ત્યાં રજૂઆત કરવા જવાનો કોઈ મતલબ નથી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે મિટિંગ રાખવામા આવી હતી તેના માટે મોરબી સિરામીક એસો.ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જો કે, વર્તમાન પ્રમુખ કે કોઈ હોદેદાર ત્યાં ગયેલ નથી અને સિરામિક એસો. માજી પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા સહિત ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવા સમાચાર આવેલ હતા ત્યાર બાદ આજે મોરબી સિરામીક એસો. ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આમ આદમી પાર્ટીની કેન્દ્રમાં કે રાજયમાં સરકાર નથી જેથી તે સિરામિક એસો.ના પ્રશ્ન ઉકેલી શકે નહિ માટે તેને રજૂઆત કરવાનો કોઈ મતલબ નથી અને વર્તમાન કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સિરામિક એસો.ના પ્રશ્ન ઉલેકવામાં માટે તમામ સહકાર આપવામાં આવી રહ્યો છે
