મોરબી સિરામીક એસો.ના પ્રશ્નો આપ ઉકેલી શકે નહીં: પ્રમુખનો ખુલાસો
મોરબીના ત્રાજપરમાં સરકારી કર્મચારી સોસાયટીના મકાન ઉપર કબ્જો કરનારનો જામીન ઉપર છુટકારો
SHARE









મોરબીના ત્રાજપરમાં સરકારી કર્મચારી સોસાયટીના મકાન ઉપર કબ્જો કરનારનો જામીન ઉપર છુટકારો
આ કામના આરોપીએ ફરિયાદીની માલિકીના સરકારી કર્મચારી સોસાયટીના પ્લોટ નંબર ૧૩ બ્લોક નંબર ૭ વાળું મકાન ભાડા પેટે રાખી ભાડાની રકમ રૂા. ૧,૧૫,૦૦૦ જેટલી રકમ નહિં આપી તેમજ ભાડા કરાર પૂરો થયા બાદ મકાન ખાલી ન કરીને મકાન પર ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખીને રહેણાંક મકાન પચાવી પાડી હાલમાં પણ કબ્જો ચાલુ રાખી વપરાશ કરી ગુનો કરેલ હોય જે બાબતની ફરિયાદ આ કામના ફરિયાદીએ નોંધાવતા ફરિયાદના આધારે મોરબી બી ડિવિજન પોલીસે આરોપી યુનુસ અલીભાઈ પલેજાની ધરપકડ કરી હતી.આ અંગે આરોપી તરફેથી મોરબીના યુવા એડવોકેટ જે.ડી.સોલંકી રોકાયેલ હોય બચાવ પક્ષની દલીલો અને જામીન સબંધી વડી અદાલતોના જજમેન્ટસને રજૂ કરવામાં આવતા તેને ધ્યાને લઇને નામદાર કોર્ટે આરોપી યુન્સ પલેજાને શરતી જમીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ છે.આ કામે બચાવ પક્ષેથી આરોપીના વકીલ તરીકે યુવા એડવોકેટ જે.ડી.સોલંકી તથા એસ.ડી.મોઘરીયા રોકાયેલ હતાં.
