મોરબીના ત્રાજપરમાં સરકારી કર્મચારી સોસાયટીના મકાન ઉપર કબ્જો કરનારનો જામીન ઉપર છુટકારો
મોરબીમાં દીકરીને ભગાડી ગયેલા યુવાનના પરિવારને સમજાવવા ગયેલા પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં દીકરીને ભગાડી ગયેલા યુવાનના પરિવારને સમજાવવા ગયેલા પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગુનો નોંધાયો
માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા આધેડની દીકરીને ભગાડી જઈને લગ્ન કરી લેનારા યુવાનના ઘરે જઈને દીકરીના પિતાએ તેઓની દીકરીને છુટાછેડા કરાવીને પરત સોંપી આપવા કહ્યું હતું ત્યારે દીકરીના પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ હતા જેથી તેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડા જાતે અનુજાતી (ઉ.૫૦)એ અમ્રુતભાઇ પરમાર, અમ્રુતભાઇની પત્ની, અમ્રુતભાઇનો મોટો દિકરો, અમ્રુતભાઇના મોટા દિકરાની પત્ની, અમ્રુતભાઇના નાના ભાઇ ભરતભાઇ પરમાર અને અમ્રુતભાઇના બીજા નાના ભાઇ રહે. બધા વાઘપરા શેરી નં-૮ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૯/૧૧/૨૦૨૧ ના સવારના સાડા દસેક વાગ્યાના અરશામા મોરબીના વાઘપરા શેરી નં-૮ મા આરોપી અમ્રુતભાઇના રહેણાંક મકાન પાસે જાહેર શેરીમા અમ્રુતભાઇના દીકરા ધીરેન ફરીયાદીની દિકરી મીનાને ભગાડીને લઈ ગયો હતો અને રજીસ્ટર મેરેજ કરી લીધેલ છે જે બાબતે ફરીયાદી તથા સાહેદો અમ્રુતભાઇના ઘરે પોતાની દિકરી મીનાને છુટાછેડા કરાવી પરત સોંપી આપવા માટે સમજાવા ગયા હતા ત્યારે તમામ આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી તથા સાહેદોને તેમના રહેણાંક મકાનની બહાર કાઢી જાહેરમા જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા જેથી પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૧૪૩ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫) (એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
