હળવદના ઢવાણા ગામે બોલેરો રાખવાની બબાલમા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની આપી ધમકી
SHARE









હળવદના ઢવાણા ગામે બોલેરો રાખવાની બબાલમા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની આપી ધમકી
હળવદ તાલુકાના ઢવાણા ગામે તળાવની પાસે આવેલ શંકર ભગવાનના મંદિર પાસે બોલેરો રાખવા મુદ્દે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને યુવન તેમજ તેની સાથે રહેલ અન્ય વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઢવાણા ગામે રામજી મંદિર પાસે રહેતા રાજકુમાર ઉર્ફે રાજુભાઈ વજુભાઈ દૂધરેજિયા જાતે કોળી (ઉંમર ૧૭) એ રાજેશ ઠાકરશીભાઈ છોગાળા, ધીરજભાઈ શંકરભાઈ છોગાડા વિપુલભાઈ ધીરજભાઈ છોગાળા અને મનસુખભાઈ ભોપાભાઈ છોગાળા રહે. બધા ઢવાણા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ૧૪ દિવસ પહેલા રાજેશ ઠાકરશીભાઈ છોગાળા સાથે બોલેરો ગાડી રસ્તામાં રાખવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ફરિયાદી અને સાહેદ પાસે આવ્યા હતા અને ત્યાં રાજેશ ઠાકરશીભાઈએ ફરિયાદી રાજકુમાર વજુભાઈ કોળીને લાકડીનો ઘા જમણા પડખાના ભાગ ઉપર ઝીકયો હતો અને ત્યારબાદ અન્ય આરોપીઓએ ફરિયાદી અને અન્ય લોકોની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે
