હળવદના ઢવાણા ગામે બોલેરો રાખવાની બબાલમા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો: મારી નાખવાની આપી ધમકી
હળવદ નજીક ફોર્ચ્યુનાર ગાડી ડિવાઇડર કૂદીને ટ્રેલર સાથે અથડાતાં સર્જાયો હતો અકસ્માત: ગુનો નોંધાયો
SHARE









હળવદ નજીક ફોર્ચ્યુનાર ગાડી ડિવાઇડર કૂદીને ટ્રેલર સાથે અથડાતાં સર્જાયો હતો અકસ્માત: ગુનો નોંધાયો
માળીયા- હળવદ હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફોર્ચ્યુનાર ગાડી ડિવાઇડર કૂદીને સામેના રોડ ઉપર પડી હતી અને ત્યારે ત્યાંથી નીકળી રહેલા ઘંઉ ભરીને ટ્રેલર સાથે ગાડી અથડાઇ હતી જેથી કરીને ટ્રેલર પલટી મારી ગયું હતું અને આ બનાવમાં કારના ચાલકને ઇજા થયેલ હોવાની તેને સારવારમાં ખસેડાયો હતો જો કે, તે યુવાનની સારવારમાં મોત નીપજયું છે અને હાલમાં ટ્રેલરના ચાલકે મૃતક કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
માળીયા-હળવદ હાઈવે પર જૂના દેવળિયા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા ઘંઉ ભરેલ ટ્રેલર લઈને જઈ રહેલા જગપાલસિંહ ભવરસિંહ સોલંકી જાતે રાજપુત (ઉ.૩૩) રહે. હાલ દિનવા ગામ (રાજસ્થાન) વાળાએ ફોર્ચ્યુનાર ગાડીના ચાલક મૃતક સુનિલભાઈ શ્યામભાઈ બારીયા (૨૬) રહે. સાપેડા તાલુકો અંજાર વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે જૂના દેવળિયા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે ફોર્ચ્યુનાર ગાડીના ચાલક મૃતક સુનિલભાઈ શ્યામભાઈ બારીયાની ફોર્ચ્યુનાર ગાડી જીજે ૧૮ બીએચ ૩૨૭૪ ડિવાઇડર કૂદીને સામેના રોડ ઉપર પડી હતી અને તેના ટ્રેલર આરજે ૯ જીડી ૦૬૯૮ સાથે અથડાઇ હતી જેથી કરીને ઘઉં ભરેલ ટ્રેલર પલ્ટી મારી ગયું હતું આ બનાવમાં કાર ચાલકને ઇજા થતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું હાલમાં હળવદ તાલુકા પોલીસે ટ્રેલર ચાલકની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે
