મોરબીમાં ક્રિટિકલ કેસની સ્થિતિમાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનશે આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ: મંત્રી
SHARE









મોરબીમાં ક્રિટિકલ કેસની સ્થિતિમાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનશે આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ: મંત્રી
વર્તમાન સમયમાં સરકારની ૧૦૮ એમ્બ્યુલ્ન્સ સેવા ચાલુ છે તો ઘણી વખત આઇસીયુંમાં સારવાર લેતા દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે સારવાર માટે લઈ જવામાં આવતા હોય છે ત્યારે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આવા ક્રિટિકલ કેસની સ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે જરૂરી હોય છે માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ઘણી વખત દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે સારવાર માટે વેન્ટિલેટર સાથે ખસેડવાના હોય તો ખસેડી શકાય તે માટે આઇસીયુ ઓન વ્હીલની જરૂર ઊભી થતી હોય છે જેથી કરીને જુદા જુદા જિલ્લાઓમાં આવા વાહનો દર્દીની સેવા માટે આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ગ્રાન્ટમાંથી ૩૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મંત્રી ઉપરાંત કબીરધામના શિવરામદાસજી, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેસિયા, ધારાસભ્ય પરસોતમ સબરીયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશીપભાઈ કૈલા, મોરબી સિવિલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયા, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા સહિતના લોકો હાજર રહ્યા હતા
મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું કે, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ચાલુ છે તેની સાથોસાથ લોકોના જીવ બચાવવા માટે વધુ સુવિધાસજજ આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ હવે મોરબી સિવિલને લોકાર્પણ કરવામાં આવેલ છે ત્યારે આગામી સમયમાં કટોકટીના સમયે જીવનમરણ વચ્ચે ઝઝૂમતા દર્દીઓ માટે આ વાહન પ્રાણરક્ષક બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તો મોરબી સિવિલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયાએ જણાવ્યુ હતુ કે, ૩૦ લાખની કિંમતની આ જીવનરક્ષક એમ્બ્યુલન્સ વાન અનેક લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થશે આ વાહનમાં આઇસીયુંમાં જે સેવા હોસ્પીટલમાં મળે છે તે વેન્ટિલેટર સહિતની સારવાર અને સેવા મળશે આ વાનમાં અધ્યતન તબીબી સાધનો જેવા કે વેન્ટિલેટર, ઓક્સિજન કિટ, ડિફિબ્રિલેટર, ઇસીસી મશીન વગેરે સહિતની વાતાનુકૂલિત સુવિધા સાથે તબીબી અધિકારી, મેડિકલ એટેન્ડન્ટની સતત દેખરેખ અને સંભાળ મળી શકશે ખાસ કરીને આ વાહન ક્રિટિકલ ઇજાગ્રસ્ત દર્દીઓ, હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેવાં દર્દીઓ, શ્વાસોચ્છવાસના રોગથી પીડાતા દર્દીઓ, ગંભીર રીતે દાઝેલા દર્દીઓ વગેરે માટે આશીર્વાદ સમાન બની રહેશે
