મોરબીથી કચ્છમાં માટી ભરવા જતા સર્જાયેલ વાહન અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
મોરબીના સ્વ.લતાબેન ચંદુભાઇ દફતરી તેમજ પુ.પ્રમોદીનીબાઇ મહાસતીજીને ભાવાંજલી નિમિતે તપ દ્રારા શ્રધ્ધાંજલી
SHARE









મોરબીના સ્વ.લતાબેન ચંદુભાઇ દફતરી તેમજ પુ.પ્રમોદીનીબાઇ મહાસતીજીને ભાવાંજલી નિમિતે તપ દ્રારા શ્રધ્ધાંજલી
પૂ.પ્રમોદિનીબાઈ મહાસતીજી તથા સ્વ.લતાબેન ચન્દ્રકાંતભાઈ દફતરીની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથીએ શ્રધાંજલિ મિમિતે કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.તપશ્વી રત્નોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમનાં તપની અનુમોદના અર્થે ત્રિદિવસીય એકાસણાનાં તપનું અહીંના સ્થાનકવાસી જૈનસંઘ, સોની બઝાર ઉપાશ્રય ખાતે આયોજન કરાયેલ છે.લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામિના નિશ્રાવર્તી ગુજરાત ગૌરવ ડો.પૂ. નિરંજનમુનિ મહારાજશ્રી, પૂજ્ય ચેતનમૂની મહારાજશ્રી, તથા બા.બ્ર.પૂ. રશ્મિનાજી મહાસતીજી, બા.બ્ર.પૂ.પ્રાર્થનાબાઈ મહાસતીજી, બા.બ્ર. પૂ. આરાધનાબાઈ મહાસતીજી, બા.બ્ર.પૂ.પુણ્યશીલાજી મહાસતીજી,બા.બ્ર.પૂ. કોમલબાઈ મહાસતીજી, બા.બ્ર.પૂ. રચનાબાઈ મહાસતીજી આદિ ઠાણાની પાવન નિશ્રામાં કાર્યક્રમો યોજાશે.
કવિવર્ય પૂજ્ય નાનચંદ્રજી મહારાજ તથા વિદુષિ પૂ.દમયંતીબાઈ મહાસતીજી સુ.શિષ્યા તપસ્વીરત્ના બા.બ્ર.પૂજ્ય પ્રમોદિનીબાઈ મહાસતીજી તથા તેમના નજીકી શ્રાવિકા સ્વ.લતાબેન ચંદ્રકાન્તભાઈ દફતરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉપલક્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સ્થાનકવાસી જૈનસંઘ, સોની બઝાર ઉપાશ્રયે આગામી તા. ૧૫-૧૬-૧૭ મે ના કરવામાં આવેલ છે.સ્વ. લતાબેન દફતરીએ તેમાં સંસારી જીવનનાં લગભગ ૩૫ વર્ષમાં કદીપણ આખો દિવસ આહાર-પાણી લીધું હોઈ તેવું બન્યું નથી.જોગાનુજોગ તેઓ હર હમેશ પૂજ્ય પ્રમોદિનીબાઈ મહાસતીજી પાસેથી જ બેસણા, એકાસણા, ઉપવાસ, આયમબિલ, સિદ્ધિતપ વિગેરેની પ્રતિજ્ઞા લેતા હતા.કોરોનાનું કારમું વિષચક્ર સમગ્ર વિશ્વને હચમચાવી ગયું તેમાં આ બન્ને પુણ્યશાલી આત્માઓ સ્વ કલ્યાણર્થે પરલોક ગમન પામ્યા હતા.ઘટના પણ એવી ઘટી કે ૧૬ તારીખે પૂજ્ય પ્રમોદીનીબાઈ મહાસતીજીએ લતાબેનને મહાપ્રભાવિક માંગલિકનું શ્રવણ કરાવેલ અને પૂછ્યું કે કેમ આયમબિલની પ્રતિજ્ઞા નથી લેવી ? ત્યારે લતાબને કહેલ કે હું હોસ્પીટલમાં છું એટલે સ્વામીએ પણ કહ્યું કે હું પણ હોસ્પીટલમાં છું.આ સંવાદ બાદ બંને પુણ્યશાલી આત્મા તા.૧૭ નાં થોડી જ કલાકના અંતરમાં પ્રભુ મહાવીરના શરણમાં જવા આ દુનિયા છોડીને પરલોક સીધાવ્યા હતા બન્ને પુણ્યશાલી આત્માઓને તપથી વિશેષ કોઈ શ્રદ્ધાઅંજલિ ન હોઈ શકે એટલે જ મોરબી સોની બઝાર જૈન ઉપાશ્રયે ચંદ્રકાન્તભાઈ દફતરી દ્રારા ત્રિરત્ન આરાધના મહોસત્વનું આયોજન કરાયુ છે જેમા તા.૧૫-૧૬-૧૭ નાં એકાસણા, (એકાસણા દશાશ્રીમાળી ની વાળી માઁ કરાવવા માઁ આવશે), ત્રિરંગી સામાયિક સવારે ૯ થી ૧૨ સોની બજાર ઉપાશ્રયમાં, વ્યાખ્યાન સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ સોની બજાર ઉપાશ્રયમાં (વ્યાખ્યાનમાં લક્કી ડ્રો કરવામાં આવશે), તા.૧૫-૧૬ બે દિવસ ૧૦:૩૦ થી ૧૧:૩૦ સમૂહ જાપ સોની બજાર ઉપાશ્રયમાં, તા.૧૭ ના બપોરે ૪ થી ૫ સોની બઝાર ઉપાશ્રયમાં મહાપ્રભાવક પાસઠીયા યંત્રરાજના જાપ જેમા શ્વેત વસ્ત્ર પહેરવા ફરિજીયાત છે, તા.૧૫-૧૬ ના બપોરે ૪ થી ૫ ધાર્મિક ગેઇમ સોની બજાર ઉપાશ્રયે અને દેવસીય પ્રતિક્રમણ સાંજે ૭:૧૫ સોની બજાર ઉપાશ્રયે યોજાશે.ઉપર મુજબનાં ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા મોરબી શહેરની જનતાને ચંદુભાઈ દફ્તરીએ અપીલ કરેલ છે.
