મોરબીમાં ક્રિટિકલ કેસની સ્થિતિમાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનશે આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ: મંત્રી
મોરબીની નવયુગ સ્કૂલનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૮૯.૬૫ ટકા: A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી
SHARE









મોરબીની નવયુગ સ્કૂલનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૮૯.૬૫ ટકા: A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી
તાજેતરમાં ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર આવ્યું છે અને છેલ્લાં પાંચ વરસથી આ સ્કૂલનું સાયન્સનું પરિણામ ખૂબ જ સારું આવે છે. ત્યારે આ વર્ષે નવયુગ સાયન્સ સ્કૂલનું પરિણામ ૮૯.૬૫ ટકા આવેલ છે અને ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
મોરબીમાં રિઝલ્ટના રાજા તરીકે નવયુગ સાયન્સ સ્કૂલ જાણીતી છે ત્યારે તાજેતરમાં જે ધો.૧૨ સાયન્સનું પરિણામ આવેલ છે તેમાં ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જેમાં મહેતા ખુશી ધીરેનભાઈ, ગામી ધ્રુવી હિતેશભાઈ અને કલોલા વિશ્વાસ કિશોરભાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૭ વિદ્યાર્થીઓએ પણ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા છે. ગુજકેટના રિઝલ્ટમા નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે અને કુલ સાત વિદ્યાર્થીઓ ૧૦૦થી વધુ માર્ક મેળવીને પાસ થયેલ છે અને ૨૧ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા છે. જેથી કરીને સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.
