મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં વીમા કંપનીને પાંચ લાખ રૂપિયા છ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ
મોરબીની નાલંદા વિદ્યાલયનો ધો.૧૨ સાયન્સના પરિણામમાં દબદબો
SHARE









મોરબીની નાલંદા વિદ્યાલયનો ધો.૧૨ સાયન્સના પરિણામમાં દબદબો
ધો.૧૨ સાયન્સનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં આવેલ નાલંદા વિદ્યાલયનો ધો.૧૨ સાયન્સના પરિણામમાં દબદબો જોવા મળી રહ્યો છે અને ધો.૧૨ સાયન્સમાં નાલંદા વિદ્યાલયના ૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને શાળાનું સરેરાશ પરિણામ ૯૦.૨ ટકા છે તેવું શાળાના સંચાલકે જણાવ્યુ છે
મોરબી જીલ્લામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ દર વર્ષે ધો.૧૨ સાયન્સમાં ઝળહળતું પરિણામ મેળવે છે ત્યારે આ વર્ષે જાહેર કરવામાં આવેલા પરિણામમાં ૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જેમાં પ્રજાપતિ હાર્વી ૯૯.૯૩ પીઆર, પાંચોટિયા શ્રુતિ ૯૯.૯૦ પીઆર અને દેસાઈ ધ્રુવ ૯૯.૮૨ પીઆર સાથે A1 ગ્રેડ સાથે પાસ થાય છે અને જો સાયન્સ મેરિટની વાત કરીએ તો ૭ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર, ૪૩ વિદ્યાર્થીઓએ ૯૫ પીઆર, ૬૭ વિદ્યાર્થીઓએ ૯૦ પીઆર મેળવ્યા છે. અને ગુજકેટની પરીક્ષામાં ૧૮ વિદ્યાર્થીઓએ ૧૨૦ માંથી ૧૦૦ માર્ક્સ, ૧૩ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર, ૪૭ વિદ્યાર્થીઓએ ૯૫ પીઆર, ૭૭ વિદ્યાર્થીઓએ ૯૦ પીઆર મેળવ્યા છે. આમાં વિદ્યાર્થીઓએ શાળા, પરિવાર અને જિલ્લાનું નામ રોશન કરતાં શાળાના સંચાલક જયેશભાઇ ગામી સહિતની ટીમે તમામ વિદ્યાર્થીને અભિનંદન આપેલ છે અને શાળાનું સરેરાશ પરિણામ ૯૦.૨ ટકા આવ્યું છે તેવું જણાવ્યુ છે
