મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૨ સાયન્સનું ઉજ્ળું પરિણામ
SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૨ સાયન્સનું ઉજ્ળું પરિણામ
મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ આવ્યું છે તેમાં શાળાના કુલ ૧૮ વિદ્યાર્થીમાંથી ૧૫ વિદ્યાર્થીઓ ઉત્તમ ગુણ સાથે પાસ થયા છે અને શાળાનું પરિણામ ૮૩.૩૩ ટકા આવ્યું છે તેવું શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ૮૫.૩૬ ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થી પણ ખૂબ જ સારું પરિણામ લઈને આવ્યા છે ત્યારે ભટ્ટ હેમાંગીની રીતેશભાઈએ બી-૧ ગ્રેડ મેળવ્યો છે તેમજ ગુપ્તા અજય પપ્પુભાઈ, રોહડીયા દેવાંગ હનુદાનભાઈ, ખરવડ ઉત્સવ કેતનભાઈ અને કોઠારિયા મેહુલ મુકેશભાઈએ બી-૨ ગ્રેડ મેળવીને પરિવારનું તેમજ શાળાનું નામ રોશન કર્યું છે
