મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન
મોરબી નિર્મલ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ બોર્ડમાં પ્રથમ
SHARE









મોરબી નિર્મલ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ બોર્ડમાં પ્રથમ
તાજેતરમાં ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે જેમાં ધો. ૧૨ સાયન્સ તેમજ ગુજકેટમાં ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું નિર્મલ વિદ્યાલય દ્વારા નામ રોશન કરવામાં આવ્યું છે
મળતી વિગત મુજબ મોરબી જિલ્લાની નામાંકિત નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જેમાં બાવરવા ઓમ કમલેશભાઈએ ૯૯.૯૯ પીઆર મેળવેલ છે તેમજ ગોધાણી આર્યન રાજેશભાઈએ ગુજકેટમાં ૯૯.૯૯ પીઆર મેળવીને શાળાનું ગૌરવ વધારે છે તે ઉપરાંત બાવરવા ઓમ કમલેશભાઈએ તથા કગથરા પ્રેમ જનકભાઈએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે બાવરવા ઓમ કમલેશભાઈએ ગુજકેટમાં પણ ૯૯.૯૬ પીઆર તથા કગથરા પ્રેમ જનકભાઈએ ગુજરાત બોર્ડમાં ૯૯.૯૧ પીઆર સાથે બોર્ડમાં નવો નંબર મેળવેલ છે આવી જવલંત સફળતા પ્રાપ્ત કરવા બદલ સ્કૂલના પ્રિન્સિપાલ નિલેશભાઈ કુંડારિયા તથા સમગ્ર સાયન્સ ટીમ તેમજ સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અને તેમના પરિવારને આ ઝળહળતી સફળતા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
