મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે દિવાલ માથે પડતાં નવ વર્ષની બાળકીને રાજકોટ ખસેડાઇ


SHARE









મોરબીના બેલા ગામ પાસે દિવાલ માથે પડતાં નવ વર્ષની બાળકીને રાજકોટ ખસેડાઇ

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામ પાસે આવેલા ખોખરા હનુમાન ધામ નજીકના મોનોલીસા સિરામિકમાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં નવ વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે તેના ઉપર દીવાલ પડતાં ઇજાગ્રસ્ત બાળકીને રાજકોટ ખસેડવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે ખોખરા બેલા રોડ ઉપર આવેલ મોનાલીસા સિરામિક માં રહેતા પરિવારની ટીનું બેન દરિયાલાલ ભાઈ નામની નવ વર્ષની બાળકી બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં મિનિટમાં રહી હતી ત્યારે રમતા રમતા તેની સાથે દીવાલ પડી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીં કૃષ્ણ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે ટીનીબેન નામની નવ વર્ષીય ઉપરોક્ત બાળકીને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં પાંચને ઇજા

મોરબી નજીક અણીયારી ટોલનાકા પાસે આવેલ આર.કે. હોટલના ગ્રાઉન્ડમાં વાહન અકસ્માતના બનાવ સર્જાયો હતો.જેમાં આગળ જતી કારના ચાલકે અચાનક સાઇડ લેતા બચવા માટે પાછળ આવતી કારના ચાલકે કારને સાઇડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને કારના સ્ટીયરીંગ ઉપર કાબુ ન રહેતા કાર આર.કે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકની સાથે અથડાઈ હતી.આ બનાવની અંદર મૂળ કચ્છ(ભુજ) ના રાપર તાલુકાના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતા પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા.ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં કંચનબેન કાંતિભાઈ મોરળીયા (૭૬), જીતેન્દ્ર કાંતિભાઈ મોરડીયા (૪૯), શીતલબેન જીતેન્દ્રભાઈ મોરડીયા (૪૪), ડોલીબેન મનોજભાઈ મોરડીયા (૪૨) અને જીયા જીતેન્દ્રભાઇ મોરડીયા (૧૦) ને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સામખિયાળી નજીક આવેલ માતૃસ્પર્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા બનાવ મોરબી તાલુકા પોલીસ મથકના અણીયારી ગામ પાસે બન્યો હોવાથી તાલુકા પોલીસે નોંધ કરી હતી અને બનાવ સંદર્ભે જશપાલસિંહ જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.




Latest News