વાંકાનેરના મેસરીયા ગામે કામ ધંધો કરવાનું કહેતા ભાઈને ભાઈને મારી નાંખવાની ધમકી આપી..!
મોરબીમાં ૩૫ વર્ષ પહેલા ૧૦ વર્ષની વયે ઉટબેટ ગામે આવી ચડેલા યુવાનનું છત ઉપરથી પડી જતા મોત
SHARE









મોરબીમાં ૩૫ વર્ષ પહેલા ૧૦ વર્ષની વયે ઉટબેટ ગામે આવી ચડેલા યુવાનનું છત ઉપરથી પડી જતા મોત
મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે છત ઉપરથી પડી જતા ૪૫ વર્ષીય યુવાનને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. જોકે પોલીસ સૂત્રો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક આજથી ૩૫ વર્ષ પહેલાં દસેક વર્ષની વયે કોઈ રીતે ઉટબેટ ગમે આવી પહોંચ્યા હતા અને બાદમાં કોઈ મુસ્લીમ પરિવાર દ્વારા તેના પરિવારને શોધીને પરીવાર સુધી પહોંચાડવા પ્રયત્નો કરાયા હતા પણ તે બાળકનો પરિવાર મળી આવ્યો ન હોય છેલ્લા ૩૫ વર્ષથી તે બાળક મુસ્લિમ પરિવાર સાથે રહેતો હતો અને થોડો માનસિક અસ્થિર હતો જે આજે ૩૫ વર્ષ બાદ ૪૫ વર્ષની ઉમરે ધાબા ઉપરથી પડી જતા તેનું મોત નિપજ્યું છે.
ઉપરોકત બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉટબેટ ગામમાં રહેતા લાખાભાઈ નામના ૪૫ વર્ષીય યુવાનનું છત ઉપરથી પડી જતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી કરીને ડેડબોડી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં પીએમ કરવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહંગરા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસમાં ખૂલ્યું હતું કે મૃતક લાખાભાઇનું સાચુ નામ, જાતી-જ્ઞાતી કે પરીવારનો કોઇ પતો નથી કારણકે આજથી ૩૫ વર્ષ પહેલાં એટલે કે તેઓ જ્યારે ૧૦ વર્ષની ઉંમરના હતા ત્યારે કોઈ રીતે ઉટબેટ ગામ પહોંચ્યા હતા અને તે સમયે થોડા માનસિક અસ્થિર હતા ત્યારે તેના પરિવારને શોધવા માટે ગ્રામજનોએ જેતે સમયે પ્રયાસો કર્યા હતા પરંતુ તેના પરીવારનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. એટલે કે તે કઇ જ્ઞાતિના હતા..? કયાંથી આવ્યા હતા..? તેનો પરિવાર કોણ છે..? તે અંગે જે તે સમયે કોઇ જાણકારી મળી ન હતી અને છેલ્લાં ૩૫ વર્ષથી મૃતક લાખાભાઈ મોરબીના ઉટબેટ ગામે રહેતા મુસ્લિમ પરિવારની સાથે રહેતા હતા અને મન પડે તો મજુરી કામ કરતા હતા અને થોડા માનસિક હતા દરમિયાનમાં ગઈકાલે આ લખાભાઇ છત ઉપરથી નીચે પટકાતાં તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઝેરી દવા પી જતાં સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામે રહેતો રાજુભાઈ સવાભાઈ ચાવડા નામનો ૪૩ વર્ષીય યુવાન માટેલ ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરતા ખૂલ્યુ હતુ કે રાજુભાઈને તેમના પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી તે વાતનું મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના સરંભડા ગામના રહેવાસી કાળુભાઈ કાનાભાઇ ઉઘરેજાને ચરાડવાથી સરંભડા જતા સમયે દેવીપુર ગામના પાટિયા પાસે બે ગાડી વચ્ચે થયેલી અથડામણમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબી તાલુકાના ખેવાળીયા ગામનો દલસુખભાઈ વિઠ્ઠલભાઈ દેલવાડીયા નામનો ૩૨ વર્ષીય યુવાન મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત દલસુખભાઈને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
