મોરબીમાં ૩૫ વર્ષ પહેલા ૧૦ વર્ષની વયે ઉટબેટ ગામે આવી ચડેલા યુવાનનું છત ઉપરથી પડી જતા મોત
મોરબીમાં મકાનના પૈસા ચૂકવવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મોત
SHARE









મોરબીમાં મકાનના પૈસા ચૂકવવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા આધેડે ગળેફાસો ખાઇ લેતાં તેમની ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓએ લીધેલા મકાનના પૈસા ચૂકવવાના હોય અને તે બાબતના ટેન્શનને લઈને તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા પરેશભાઈ કિશોરભાઇ પરમાર (ઉમર ૨૦) નામના યુવાને પોલીસ મથક ખાતે જાણ કરી હતી કે તેમના પિતા કિશોરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર ૪૫) એ નવલખી રોડ ઉપર ઇશ્વરીયા મહાદેવના રસ્તે રેલ્વેના ફાટક નજીક વીજ પોલ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેઓના પિતા કિશોરભાઇ પરમારનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કિશોરભાઈએ મકાન લીધું હોય અને તેના પેમેન્ટના હપ્તા ચૂકવવાના થતા હોય તેના ટેન્શનમાં તેઓએ ઉપરોક્ત પગલું ભરી લેતા તેમનું મોત નિપજ્યું હતું.
ઝેરી દવા પી લેતા સારવારમાં
વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામના જયંતીભાઈ ગોવિંદભાઈ બાવળીયા નામના ૨૮ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની અમૃતવાટિકા સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ ગામા નામના ૩૬ વર્ષીય યુવાન કાર લઈને જતા હતા ત્યારે તેઓની કાર ટ્રેક્ટર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં નરેન્દ્રભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા દેવજીભાઈ ડાયાભાઈ વાઘેલા નામના ૭૦ વર્ષીય વૃદ્ધને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના રાજપર ગામે આસ્થા હસમુખભાઈ ધોળકિયા નામની આઠ વર્ષીય બાળકી ઘર પાસે સાયકલ લઇને રમી રહી હતી તે દરમ્યાન સાયકલમાંથી પડી જતાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
