મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઓમ પાર્કમાં રહેતો યુવાન ઘરેથી ગુમ


SHARE

















મોરબીના પંચાસર રોડ ઓમ પાર્કમાં રહેતો યુવાન ઘરેથી ગુમ

મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે ઓમપાર્કમાં શીવ પેલેસ-૧૦૧ માં રહેતો અને સિરામીક રો-મટિરિયલનો ધંધો કરતો હીતેશભાઇ જમનભાઇ ચનીયારા પટેલ (૨૮) નામના યુવાન બે દિવસ પહેલા તા.૧૨-૫ ના સવારે ૧૦ વાગ્યે તેના ઘરેથી નીકળી ગયેલ છે અને તે ઘરેથી પરત આવેલ નથી જેથી કરીને યુવાન ગુમ થયો હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેના પિતા જમનાભાઇ ચનીયારા હાલ રહે.મોરબી પંચાસર નાની કેનાલ પાસે શિવપેલેસ મૂળ રહે.લખતર તા.જોડીયા જામનગરએ તેમનો દિકરો હિતેષ ગુમ થયો હોવાની ફરિયાદ લખાવવામાં આવી હતી અને આ બનાવની તપાસ કરતાં એ.એમ જાપડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ઘરેથી ચાલ્યા ગયેલા હિતેષે તેના પરિવારજન સાથે ફોનથી વાત કરી છે જો કે, હાલમાં તે કયા છે..? અને શા માટે ઘરેથી ચાલી ગયો છે..? તેની કોઈ માહિતી તેના પરિવારને આપી નથી માટે યુવાનને શોધવા માટે તજવીજ ચાલી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના સાપકડા ગામના રહેવાથી ચંદ્રિકાબેન દેવજીભાઈ ચૌહાણ નામની ૪૦ વર્ષીય મહિલા મોટરસાયકલના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ પડી જતાં તેઓને સારવાર માટે અહીં ખસેડવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો આર્યન નરેશભાઈ ચૌહાણ નામનો ત્રણ વર્ષનો બાળક સગાની સાથે ખરીદી કરવા મોરબી આવ્યો હતો અને ત્યારે અહીંની શાકમાર્કેટ પાસે તે બાઇકમાંથી નીચે પડી જતા ઇજા થતાં આર્યન નરેશભાઈ ચૌહાણને પણ સારવારમાં ખસેડાયો હતો.



Latest News