વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નીપજવનાર વાહનચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના ખાટકીવાસમાં મુરઘીની દુકાનમાં દારૂનું પણ વેચાણ !
SHARE









મોરબીના ખાટકીવાસમાં મુરઘીની દુકાનમાં દારૂનું પણ વેચાણ !
મોરબીના ખાટકીવાસમાં બુઢાબાવા વાળી શેરીમા આવેલ મુરઘીની દુકાનમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થો કબજે કરેલ હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ખાટકીવાડ વિસ્તારમાં બુઢાબાવા વાળી શેરીમા આવેલ મુરઘીની દુકાનમાં દારૂનું પણ વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દુકાનમાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરીફ યાકુબભાઈ કચ્છી રહે ખાટકીવાસ મોરબી વાળો હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તેને તજવીજ શરૂ કરવામાં આવેલ છે
એક બોટલ દારૂ
મોરબીમાં માધાપરના જાપાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવેલ હોય પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે હિતેશભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઇ ધોળકીયા જાતે ઘાંચી/હિન્દુ (૩૩) રહે. નવાડેલા રોડ અશોકપાન પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે
